Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રજાસત્તાક દિવસના અવસર પર ગુજરાત-રાજસ્થાનની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર મીઠાઇની આપ-લે કરાઇ

74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર નડાબેટની સાથે -સાથે  આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલી તમામ અગ્રિમ ચૌકીઓ અને  BSFના મુખ્યાલયો પર  ખૂબ જ ઉત્સાહ,જોશ અને રાષ્ટ્રવાદી માહોલમાં કરવામાં આવી.BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ  શ્રી રવિ ગાંધીએ નડાબેટના સીમા દર્શન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેઓ શાળાના બાળકોને મળ્યા,રન ફોર યુનિટી અને 'બોર્ડર ક્વેસ્ટ' થાર કાર રેલીને ફ્લેગ ઓફ કરી. તેમણે
પ્રજાસત્તાક દિવસના અવસર પર ગુજરાત રાજસ્થાનની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર મીઠાઇની આપ લે કરાઇ
Advertisement
74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર નડાબેટની સાથે -સાથે  આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલી તમામ અગ્રિમ ચૌકીઓ અને  BSFના મુખ્યાલયો પર  ખૂબ જ ઉત્સાહ,જોશ અને રાષ્ટ્રવાદી માહોલમાં કરવામાં આવી.BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ  શ્રી રવિ ગાંધીએ નડાબેટના સીમા દર્શન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેઓ શાળાના બાળકોને મળ્યા,રન ફોર યુનિટી અને 'બોર્ડર ક્વેસ્ટ' થાર કાર રેલીને ફ્લેગ ઓફ કરી. તેમણે આ શુભ રાષ્ટ્રીય તહેવાર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે BSF ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે દેશની સરહદોની રક્ષા કરે છે.
સીમા દર્શન પ્રોજેક્ટ એ ઉત્તમ પહેલ 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ એ ગુજરાત સરકાર દ્વારા BSF સાથેની એક ઉત્તમ પહેલ છે, જે ભારતની સરહદો, ભૂપ્રદેશના પડકારો અને BSF તેની સરહદોને કેવી રીતે સુરક્ષિત કરે છે તે દર્શાવે છે.  સીમા દર્શન પ્રોજેક્ટ યુવાનોને રાષ્ટ્રની સેવા કરવા પ્રેરિત કરે છે, તે સરહદી પર્યટનના એક વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. એટલું જ નહીં સરહદની વસ્તી માટે રોજગારી પેદા કરવાની તકો પૂરી પાડી છે.

પાક રેન્જર્સ સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે
74મા પ્રજાસત્તાક દિવસના શુભ અવસર પર, આજે, 26 જાન્યુઆરી 2023, BSFએ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પાક રેન્જર્સ સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરી. ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદો સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ICPs મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને વરણાહાર ખાતે BSF અને પાક રેન્જર્સ વચ્ચે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે થઈ હતી.રાષ્ટ્રીય તહેવારો પર મીઠાઈઓ અને શુભેચ્છાઓનું આદાનપ્રદાન એ ભારત અને પાકિસ્તાનના સરહદ રક્ષક દળો વચ્ચે આત્મવિશ્વાસ નિર્માણના પગલાંનો એક ભાગ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×