ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Rajasthan: આ બે મુસ્લિમ ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લઈ સૌને ચોંકાવ્યા, જાણો તેમના વિશે

રાજસ્થાન વિધાનસભાનું પહેલું સત્ર બુધવારથી શરૂ થયું છે. પહેલા દિવસે 199માંથી 191 ધારાસભ્યોએ શપથ લીધા હતા. બાકીના 8 ધારાસભ્ય ગુરુવારે અથવા તેના પછી અન્ય બીજા દિવસે શપથ ગ્રહણ કરશે. કોંગ્રેસ ધારાસભ્ય ઝુબેર ખાન અને અપક્ષ નેતા યુનુસ ખાને સદનમાં સંસ્કૃતમાં...
09:14 PM Dec 20, 2023 IST | Vipul Sen
featuredImage featuredImage

રાજસ્થાન વિધાનસભાનું પહેલું સત્ર બુધવારથી શરૂ થયું છે. પહેલા દિવસે 199માંથી 191 ધારાસભ્યોએ શપથ લીધા હતા. બાકીના 8 ધારાસભ્ય ગુરુવારે અથવા તેના પછી અન્ય બીજા દિવસે શપથ ગ્રહણ કરશે. કોંગ્રેસ ધારાસભ્ય ઝુબેર ખાન અને અપક્ષ નેતા યુનુસ ખાને સદનમાં સંસ્કૃતમાં શપથ લીધા હતા, જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બીજેપીથી ટિકિટ ન મળતા યુનુસ ખાન અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. તેઓ ભૂતપૂર્વમાં બે વખતના તત્કાલિન સીએમ વસુંધરા રાજે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સદનમાં સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ શપથ લીધા હતા. ત્યાર પછી અન્ય ધારાસભ્યોએ શપથગ્રહણ કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વસુંધરા રાજે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે પણ શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય ઝુબેર ખાન અને અપક્ષ નેતા યુનુસ ખાને સંસ્કૃતમાં શપથ લઈ સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

આ નેતાઓએ પણ સંસ્કૃતમાં લીધા શપથ

ઝુબેર ખાન અને યુનુસ ખાન સિવાય ગોપાલ શર્મા, જોગેશ્વર ગર્ગ, જોગારામ કુમાવત, નોક્ષમ ચૌધરી, જેઠાનંદ વ્યાસ, છગન સિંહ, પબ્બારામ વિશ્નોઈ, બાબુ સિંહ રાઠોડ, મહંત પ્રતાપપુરી, દીપ્તિ મહેશ્વરી, કૈલાશ મીનાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, યુનુસ ખાન ડીડવાનાથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને 70,952 વોટથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ચેતન સિંહ ચૌધરીને 12 હજાર 392 વોટથી હરાવ્યા હતા. જ્યારે આ બેઠક પર બીજેપી ઉમેદવાર જિતેન્દ્ર સિંહને 22 હજાર 138 વોટથી કારમી હાર મળી હતી. ચૂંટણીમાં જીત બાદ યુનુસ ખાન કરણી માતાના મંદિરે દર્શન કરવા પણ ગયા હતા.

 

આ પણ વાંચો - Rabindranath Tagore Literary Award 2023: વર્ષ 2023 માટે રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની યાદી જાહેર કરાઈ

Tags :
Ashok GhelotBhajan Lal SharmaBJPCongressMuslim MLARajasthanSachin PilotVasundhra RajeYunus KhanZubair Khan