પોતાને ગદ્દાર કહેનાર ગેહલોતને સચિન પાયલોટે આપ્યો કંઇક આવો જવાબ
પાયલોટનો પલટવાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ગદ્દાર ગણાવવા પર કોંગ્રેસ નેતા સચિન પાયલટે પલટવાર કર્યો છે. અશોક ગેહલોતને શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે આવા અનુભવી વ્યક્તિને આવી ભાષાનો ઉપયોગ કરવો શોભતું નથી. આ સાથે પાયલોટે ગુરુવારે કહ્યું કે ભાજપને હરાવવા અને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે એક થઈને લડવું પ્રાથમિકતા હોવી જોઈએ.'મારો ઉછેર મને
પાયલોટનો પલટવાર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ગદ્દાર ગણાવવા પર કોંગ્રેસ નેતા સચિન પાયલટે પલટવાર કર્યો છે. અશોક ગેહલોતને શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે આવા અનુભવી વ્યક્તિને આવી ભાષાનો ઉપયોગ કરવો શોભતું નથી. આ સાથે પાયલોટે ગુરુવારે કહ્યું કે ભાજપને હરાવવા અને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે એક થઈને લડવું પ્રાથમિકતા હોવી જોઈએ.
'મારો ઉછેર મને આવી ભાષા વાપરવાની સંમતિ નથી આપતો'
પાયલોટે કહ્યું કે ગેહલોત મને "નાલાયક, નકામા,ગદ્દાર વગેરે" કહી રહ્યા છે, પરંતુ મારો ઉછેર મને આવી ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપતો નથી. પાયલોટે જણાવ્યું કે અભદ્ર શબ્દોના ઉપયોગથી, કાદવ ઉછાળવાથી અને આક્ષેપો અને પ્રતિઆક્ષેપોથી કોઈનો હેતુ પૂરો થવાનો નથી.
આટલી વરિષ્ઠ વ્યક્તિને આવી ભાષા શોભતી નથી
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશી તેના થોડા દિવસો પહેલા ગેહલોતે પાયલટને 'દેશદ્રોહી' ગણાવતા કહ્યું હતું કે તેણે 2020માં પાર્ટી સામે બળવો કર્યો હતો અને રાજ્ય સરકારને પાડવાનો પ્રયાસ કર્યો હતો,તેથી તેને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં. ગેહલોતની ટિપ્પણીનો જવાબ આપતા પાયલોટે કહ્યું કે“મેં આજે અશોક ગેહલોતજીના નિવેદનો જોયા છે જે મારી વિરુદ્ધ છે. આટલો બધો અનુભવ ધરાવનાર વરિષ્ઠ વ્યક્તિ જેને પક્ષે આટલું બધું આપ્યું છે, તેમને આવી ભાષા વાપરવી યોગ્ય નથી..
ભાજપ સામે એક થઇને લડવાનું છે: પાયલોટ
પાયલોટે કહ્યું, 'જ્યારે આપણે એક થઈને ભાજપ સામે લડવાનું છે, ત્યારે આનાથી કોઈ હેતુ પૂરો થતો નથી, અશોક ગેહલોત જી લાંબા સમયથી મારા પર આવા આરોપો લગાવી રહ્યા છે.પાયલોટે કહ્યું કે અત્યારે પ્રાથમિકતા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જીતવાની છે, જ્યાં અશોક ગેહલોત પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક છે.તેમણે કહ્યું કે આ સાથે રાહુલ ગાંધી અને પાર્ટીના હાથ મજબૂત કરવા જરૂરી છે.
આ પણ વાંચો - અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા 'ગદ્દાર', મુખ્યમંત્રી પદને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement