Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વનું પ્રથમ 3D રોકેટ શ્રીહરિકોટાથી થશે લોન્ચ, ચેન્નાઈની આ કંપનીએ કર્યું તૈયાર

Chandrayaan-3 ના સફળ પ્રક્ષેપણ બાદ ફરી એકવાર ભારતનું નામ અંતરિક્ષ ક્ષેત્રે ફરી ચર્ચામાં આવ્યું  છે . ચેન્નાઈ સ્થિત પ્રાઈવેટ સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસનું (AgniKul Cosmos) રોકેટ અગ્નિબાન સબર્બિટલ ટેક્નોલોજિકલ ડેમોન્સ્ટ્રેટર (Agnibaan SOrTeD) આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે પ્રક્ષેપણ માટે તૈયાર કરવામાં ...
વિશ્વનું પ્રથમ 3d રોકેટ શ્રીહરિકોટાથી થશે લોન્ચ  ચેન્નાઈની આ કંપનીએ કર્યું તૈયાર

Chandrayaan-3 ના સફળ પ્રક્ષેપણ બાદ ફરી એકવાર ભારતનું નામ અંતરિક્ષ ક્ષેત્રે ફરી ચર્ચામાં આવ્યું  છે . ચેન્નાઈ સ્થિત પ્રાઈવેટ સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસનું (AgniKul Cosmos) રોકેટ અગ્નિબાન સબર્બિટલ ટેક્નોલોજિકલ ડેમોન્સ્ટ્રેટર (Agnibaan SOrTeD) આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે પ્રક્ષેપણ માટે તૈયાર કરવામાં  આવ્યું  છે

Advertisement

સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચિંગ થશે. આ રોકેટને એકીકૃત કરવાની પ્રક્રિયા 15 ઓગસ્ટથી શરૂ થઈ હતી. જો આ રોકેટ સફળતાપૂર્વક પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટમાં પહોંચી જશે તો અગ્નિકુલ દેશની બીજી ખાનગી રોકેટ મોકલનારી કંપની બની જશે. અગાઉ સ્કાયરૂટ એરોસ્પેસે તેનું રોકેટ મોકલ્યું હતું.

Advertisement

અગ્નિબાન રોકેટ સિંગલ સ્ટેજ રોકેટ છે. જેના એન્જિનનું નામ અગ્નિલેટ એન્જિન છે. આ એન્જિન સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ છે. તે સેમી ક્રાયોજેનિક એન્જિન છે જે 6 કિલોન્યુટન પાવરનું ઉત્પાદન કરે છે. આ રોકેટને પરંપરાગત ગાઈડ રેલથી લોન્ચ કરવામાં આવશે નહીં. તે વર્ટિકલ લિફ્ટ ઓફ કરશે. પૂર્વનિર્ધારિત રૂટ પર જશે. માર્ગમાં નિયત દાવપેચ કરશે.

Advertisement

જો લોન્ચ સફળ રહેશે તો આ બાબતોની પુષ્ટિ થશે

અગ્નિકુલના સહ-સ્થાપક અને સીઈઓ શ્રીનાથ રવિચંદ્રને જણાવ્યું કે આ એક સબર્બિટલ મિશન છે. જો આ સફળ થાય છે, તો અમે અમારી ઓટોપાયલટ, નેવિગેશન અને ગાઈડન્સ સિસ્ટમ્સ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં તેની ચકાસણી કરી શકીશું. આ સાથે અમે એ પણ જાણીશું કે લોન્ચપેડ માટે અમારે કેવા પ્રકારની તૈયારી કરવાની છે.ISRO આ પ્રક્ષેપણ માટે અગ્નિકુલને મદદ કરી રહ્યું છે. તેણે શ્રીહરિકોટામાં એક નાનું લોન્ચ પેડ બનાવ્યું છે. જે અન્ય લોન્ચ પેડથી લગભગ 4 કિલોમીટર દૂર છે. આ લોન્ચ પેડ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. અહીંથી ખાનગી કંપનીઓના વર્ટિકલ ટેકઓફ રોકેટ લોન્ચ કરી શકાય છે.

આ કંપનીમાં આનંદ મહિન્દ્રાના પૈસા રોકાયા છે

દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ અગ્નિકુલ કોસમોસને ફંડ આપ્યું છે. અગ્નિકુલ એક સ્પેસ સ્ટાર્ટઅપ છે જે કેટલાક યુવાનોએ સાથે મળીને રચ્યું છે. આનંદ મહિન્દ્રાએ લગભગ 80.43 કરોડ રૂપિયાનું ફંડિંગ કર્યું છે. આ પ્રોજેક્ટમાં આનંદ મહિન્દ્રા ઉપરાંત પાઈ વેન્ચર્સ, સ્પેશિયલ ઈન્વેસ્ટ અને અર્થ વેન્ચર્સે પણ રોકાણ કર્યું છે.

અગ્નિકુલ કોસ્મોસની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી. તેની સ્થાપના ચેન્નાઈમાં થઈ હતી. તેની શરૂઆત શ્રીનાથ રવિચંદ્રન, મોઈન એસપીએમ અને આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર એસઆર ચક્રવર્તી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. અગ્નિબાન 100 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવા સક્ષમ છે.

આ  પણ  વાંચો- વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ… હવે લેન્ડિંગ સુધીની યાત્રા પૂર્ણ કરશે

 

Tags :
Advertisement

.