Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"ગામમાં ટ્રાન્સફોર્મર નહીં બદલાય જ્યાં સુધી..!" BJP MLA નો વિચિત્ર આદેશ

મધ્યપ્રદેશના મૌગંજ ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પટેલ એક ગામના યુવકની ફરિયાદ માત્ર એટલા માટે સાંભળવાની ના પાડી કે તે ગુટખાનું સેવન કરતો હતો. તેમણે ટ્રાન્સફોર્મર બદલવા માટે ગુટખા છોડવાની શરત મૂકી હતી. ધારાસભ્ય પટેલે સ્પષ્ટપણે યુવકની માતાને પણ આ બાબતની જાણ કરી અને કહ્યું કે, આ શરત માત્ર ગામમાં વીજ પુરવઠા સુચારુ કરવા માટે જ નથી પણ લોકોમાં ગુટખાની અસરો અંગે જાગૃતિ લાવવા માટે પણ છે. પટેલે આ પહેલાં પણ સરકારી ઓફિસની બહાર ધરણા યોજીને અને એડિશનલ એસપી સામે દંડવત કરી, હેડલાઈન્સ બનાવી હતી. તેમના આ પ્રકારના વર્તનને કારણે તેમના વીડિયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા રહે છે.
 ગામમાં ટ્રાન્સફોર્મર નહીં બદલાય જ્યાં સુધી     bjp mla નો વિચિત્ર આદેશ
  • ગુટખા છોડો, તો જ ટ્રાન્સફોર્મર બદલાશે! : ભાજપ ધારાસભ્યનો વિચિત્ર આદેશ
  • ગુટખા ખાતા લોકોની ફરિયાદ નહીં સાંભળે ધારાસભ્ય પટેલ
  • મધ્યપ્રદેશમાં ધારાસભ્યનો વિચિત્ર આદેશ ચર્ચામાં આવ્યો
  • MLA પ્રદિપ પટેલનો ફરી એક વિચિત્ર આદેશ : ગુટખા છોડો, ટ્રાન્સફોર્મર બદલાશે!

Bizarre order of BJP MLA : મધ્યપ્રદેશના મૌગંજ ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય પ્રદિપ પટેલ (MLA Pradeep Patel) પોતાની અનોખા શૈલી માટે ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં, તેમનો એક અનોખો આદેશ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં તેમણે એક ગામના યુવકની ફરિયાદ માત્ર આ કારણે સાંભળવાની ના પાડી કે તે ગુટખાનું સેવન કરતો હતો. પટેલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને લોકોના ધ્યાનનું કેન્દ્ર બન્યો છે.

Advertisement

ગામમાં ટ્રાન્સફોર્મર માટે ‘ગુટખા છોડો’ શરત

જણાવી દઇએ કે, વિજય નામનો યુવક પોતાના ગામમાં બળેલા ટ્રાન્સફોર્મરની ફરિયાદ લઈને ભાજપના ધારાસભ્ય પ્રદિપ પટેલ પાસે પહોંચ્યો હતો. પણ ફરિયાદ સાંભળવાની જગ્યાએ ધારાસભ્ય પટેલે યુવકને સજા ફટકારી દીધી હતી અને કહ્યું હતું કે, “ગુટખા છોડો તો જ ટ્રાન્સફોર્મર બદલવામાં આવશે.” ધારાસભ્યએ સ્પષ્ટપણે યુવકની માતાને પણ આ બાબતની જાણ કરી, તેમણે જણાવ્યું કે, આ શરત માત્ર ગામમાં વીજ પુરવઠા સુચારુ કરવા માટે જ નથી પણ લોકોમાં ગુટખાની અસરો અંગે જાગૃતિ લાવવા માટે પણ છે. આ ઘટના દરમિયાન, ધારાસભ્યએ દારૂ, ગાંજો અને કોરેક્સ જેવા અન્ય નશીલા પદાર્થના સેવન સામે પણ પ્રતિકાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, આ પ્રકારના નશાનો વપરાશ કરનારા લોકોની કોઈ પણ ફરિયાદ સુનાવણી હેઠળ લેવાની નથી. પટેલના આ નિર્ણય અને સખત વલણને કારણે આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

MLA ઘણીવાર રહ્યા છે હેડલાઈન્સમાં

ધારાસભ્ય પ્રદિપ પટેલ માટે આ પ્રથમ વાર નથી કે તેઓ પોતાની અનોખી શૈલી માટે ચર્ચામાં છે. આ પહેલાં પણ પટેલે સરકારી ઓફિસની બહાર ધરણા યોજીને અને એડિશનલ એસપી સામે દંડવત કરી, હેડલાઈન્સ બનાવી હતી. ધારાસભ્યના આ પ્રકારના વર્તનને કારણે તેમના વીડિયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા રહે છે. આ પ્રકારના ઘણા મામલા છે જેના કારણે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બને છે.

Advertisement

આ પણ વાંચો:  UP : પેટા ચૂંટણીમાં SP ની નીતિ પર CM યોગીની ધારદાર ટીકા

Advertisement
Tags :
Advertisement

.