Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે! વિપક્ષની જોવા મળશે તાકત

જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા આજે લેશે મુખ્યમંત્રી પદની શપથ J&K માં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર ઓમર અબ્દુલ્લા બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં લાંબા સમય પછી નવી સરકાર બનવા જઈ રહી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા...
જમ્મુ કાશ્મીરમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે  વિપક્ષની જોવા મળશે તાકત
  • જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા આજે લેશે મુખ્યમંત્રી પદની શપથ
  • J&K માં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર
  • ઓમર અબ્દુલ્લા બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં લાંબા સમય પછી નવી સરકાર બનવા જઈ રહી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા (National Conference Vice President Omar Abdullah) આજે મુખ્યમંત્રી તરીકે શપથ (Oath) લેશે. આ શપથગ્રહણ સમારોહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં સવારે 11.30 વાગ્યે યોજાશે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. ઓમર અબ્દુલ્લા પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશમાં અને બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને 55 ધારાસભ્યોનું મજબૂત સમર્થન પ્રાપ્ત છે. જમ્મુ-કાશ્મીરના નવનિર્મિત મંત્રિમંડળમાં મુખ્યમંત્રી સહિત માત્ર 10 મંત્રીઓ હોઈ શકે છે. નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનમાં, કોંગ્રેસને કેબિનેટમાં સ્થાન મળવાની શકયતા છે.

Advertisement

કેબિનેટના સંભવિત મંત્રીઓ અને શપથ ગ્રહણમાં મહેમાનો

ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ની નવી સરકારના કેબિનેટ મંત્રીઓના નામો તૈયાર થઈ ગયા છે. કેબિનેટમાં કુલ 10 મંત્રીઓ હોવાની સંભાવના છે, જેમાં સંભવિત મંત્રીઓના નામ સામે આવ્યા છે. જેમાં સાકીના ઇતુ, સૈફુલ્લાહ મીર, અબ્દુલ રહીમ રાથર, અલી મોહમ્મદ સાગર, સુરિન્દર ચૌધરી, ફારૂક શાહ, નઝીર અહેમદ, અને અહેમદ મીરનો સમાવેશ થાય છે. આ મંત્રીઓ સાથે જ ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની સરકારને મજબૂત બનાવશે.

Advertisement

શપથ ગ્રહણ સમારોહમાં મહેમાનોની હાજરી

આજે શ્રીનગરમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં ઈન્ડિયા એલાયન્સના કેટલાક અગ્રણીઓ હાજરી આપશે. શપથ સમારોહમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અને કેસી વેણુગોપાલ હાજર રહેશે. આ સાથે જ NCPના સુપ્રિયા સુલે અને CPIના દીરાજા પણ ઉપસ્થિત રહેવાના છે. આ સિવય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ શ્રીનગર પહોંચી ગયા છે અને તેઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

NC ને 42 બેઠકો મળી

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે આવ્યા હતા. 90 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 42, BJP 29, કોંગ્રેસ 6, PDP 3, JPC 1, CPIS 1, AAP 1, જ્યારે 7 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે 31 ઓક્ટોબર, 2019ના તેના અગાઉના આદેશને રદ કર્યો હતો. મંત્રાલયના 13 ઓક્ટોબર, 2024ના તાજેતરના આદેશે તેના 5 વર્ષ જૂના ઓર્ડરને રદ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો:  પ્રિયંકા ગાંધીના રાજકીય સફરનો આરંભ થશે વાયનાડથી

Tags :
Advertisement

.