Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Punjab Viral Video: પંજાબના એક ઘર ઉપર જોવા મળ્યું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, જાણો... તેની પાછળનું કારણ

Punjab Viral Video: દેશમાં હંમેશા પંજાબ (Punjab) ના ઘર તેના અલગ દેખાવાને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. તો આ પ્રકારના ઘરના સોશિયલ મીડિયા (Social Media) પર અનેક વીડિયો (Viral Video) પર વાયરલ થતા હોય છે. ત્યારે ફરી એકવાર...
punjab viral video  પંજાબના એક ઘર ઉપર જોવા મળ્યું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી  જાણો    તેની પાછળનું કારણ

Punjab Viral Video: દેશમાં હંમેશા પંજાબ (Punjab) ના ઘર તેના અલગ દેખાવાને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. તો આ પ્રકારના ઘરના સોશિયલ મીડિયા (Social Media) પર અનેક વીડિયો (Viral Video) પર વાયરલ થતા હોય છે. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર એક અનોખા ઘરનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ ઘર પંજાબમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

  • પંજાબના ઘર પર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મૂર્તિ મૂકાઈ

  • અમેરિકાએ આ ઘરના વ્યક્તિઓના વિઝા રદ કર્યા

  • પીઆરટીસી બસના કર્મચારીએ ઘર ઉપર બસ બનાવી

જોકે આ પહેલા Punjab માંથી એવા ઘરના વીડિયો (Viral Video) સામે આવતા હતાં, જે ઘરની ઉપર હેલિકોપ્ટર માટે હેલિપેડ બનાવ્યું હોય કે પછી કોઈ પણ રમત માટે મેદાન બનાવ્યું હોય. ત્યારે આ વખતે એવો વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જેમાં પંજાબના ઘર ઉપર અમેરિકાનું રાષ્ટ્રીય પ્રતિક અને વિશ્વની સાત અજાયબી પૈકી એક અજાયબી ગણાતું પ્રતિક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (Statue of Liberty) ની મૂર્તિને ઘરની ઉપર રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: Asian water buffalo: કાર અને ઘોડા પર નહીં પણ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે આ દેશની પોલીસ

Advertisement

અમેરિકાએ આ ઘરના વ્યક્તિઓના વિઝા રદ કર્યા

જોકે આ વીડિયો (Viral Video) Punjab ના એક ગામડા તરનતારનમાંથી જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો (Viral Video) માં જોઈ શકાય છે કે, એક ક્રેનની મદદથી Statue of Liberty ને ઘરની છત પર મૂકવામાં આવે છે. ત્યારે આ ઘટના પાછણનું કારણ એ સામે આવ્યું છે કે, અમેરિકા દ્વારા આ ઘરના વ્યક્તિઓના વિઝાને મંજૂરી આપવામાં આવી ન હતી. તેના કારણે આ ઘરના વ્યક્તિઓએ આ પગલું ઉપાડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Farms Safety Machine: જાણો… ખેતરોને જંગલી પ્રાણીઓથી બચાવતા ઝટકા મશીન વિશે

પીઆરટીસી બસના કર્મચારીએ ઘર ઉપર બસ બનાવી

આ પહેલા પંજાબના જલંધરમાં એક વ્યક્તિ પીઆરટીસીમાંથી રિટાર્યડ કર્મચારીએ તેના ઘર પર પીઆરટીસીની બસ બનાવી હતી. ત્યારબાદ તેના ઘરને બસવાળું ઘરના નામનાથી પ્રખિયાત થયું હતું. જે વ્યક્તિના ઘર પર આ બસ બની હતી, તેનું નામ રેશમ સિંહ હતું. તેમણે પીઆરટીસી બસની યાદમાં અને તેમના મિત્રો માટે આ બસ બનાવી હતી.

આ પણ વાંચો: Hardik Natasa Divorce: દીકરાને મૂકી નતાશા વેકેશન માટે રવાના! અગસ્ત્યને કોણ સાચવશે?

Tags :
Advertisement

.