Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેલમાં રહી ચૂંટણી જીતનાર Amritpal Singh ની સજા 1 વર્ષ વધુ લંબાવાઇ

AMRITPAL SINGH NEWS : લોકસભા 2024 ની ચૂંટણીના પરિણામમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબતમાંથી એક કોઈ રહી હોય તો તે એ હતી કે, ખાલીસ્તાની સમર્થક અને કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહે પંજાબની એક બેઠક ઉપરથી જીત મેળવી હતી. અહી મહત્વની વાત...
08:16 AM Jun 20, 2024 IST | Harsh Bhatt

AMRITPAL SINGH NEWS : લોકસભા 2024 ની ચૂંટણીના પરિણામમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબતમાંથી એક કોઈ રહી હોય તો તે એ હતી કે, ખાલીસ્તાની સમર્થક અને કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહે પંજાબની એક બેઠક ઉપરથી જીત મેળવી હતી. અહી મહત્વની વાત આએ છે કે તેમણે આ જીત જેલમાં બંધ રહીને મેળવી હતી. હવે અમૃતપાલ સિંહને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલ સિંહની કસ્ટડી એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Amritpal Singh એ જેલમાં રહીને મેળવી હતી ચૂંટણીમાં જીત

જેલમાં રહીને લોકસભાની ચૂંટણીમાં પંજાબની ખદુર સાહિબ બેઠક ઉપરથી 197120 મતોથી વિજય મેળવ્યો હતો. અમૃતપાલે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરાને 1,97,120 મતોથી હરાવ્યા હતા. હવે અમૃતપાલ સિંહની કસ્ટડીનો સમયગાળો આજે એક વર્ષ લંબાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, AMRITPAL SINGH ગયા વર્ષે માર્ચથી જેલમાં છે. 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ અને તેના ત્રણ સહયોગીઓની કસ્ટડીનો સમયગાળો 24 જુલાઈએ પૂરો થવાનો હતો.

Amritpal Singh ના વકીલે નોંધાવ્યો વિરોધ

અમૃતપાલના વકીલ હરપાલ સિંહ ખારાએ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમૃતપાલ સિંહે શપથ લીધા તે પહેલા જ NSAએ તેમની કસ્ટડી 1 વર્ષ માટે વધારી દીધી છે. અમૃતપાલ સિંહની કસ્ટડીમ વધારો કરતા કહેવામાં આવ્યું હતું કે "તથ્યો અને સંજોગોના આધારે, સલાહકાર બોર્ડનો અભિપ્રાય છે કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, 1980 ની જોગવાઈઓ હેઠળ અટકાયતી અમૃતપાલ સિંહ સંધુ ઉર્ફે અમૃતપાલ સિંહને અટકાયતમાં રાખવા માટે પૂરતા આધાર છે"

આ પણ વાંચો : Tamil Nadu : લઠ્ઠાકાંડમાં 25ના મોત..મૃત્યું આંક વધવાની આશંકા

Tags :
Amritpal SinghGujarat FirstKHALISTAN SUPPORTERKhalistaniloksabha 2024nsaPunjabSEAT WONWaris Punjab DeWARIS PUNJAB DE HEAD
Next Article