Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અંતિમ બેઠક યોજાઈ INDIA Alliance ની, જાણો કોણ-કોણ રહ્યા હાજર

INDIA Alliance Meeting: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારે આજરોજ નવી દિલ્હીમાં INDIA Alliance ની બેઠક યોજાઈ હતી. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવા માટે...
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અંતિમ બેઠક યોજાઈ india alliance ની  જાણો કોણ કોણ રહ્યા હાજર

INDIA Alliance Meeting: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારે આજરોજ નવી દિલ્હીમાં INDIA Alliance ની બેઠક યોજાઈ હતી. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun kharge) ના ઘરે આ બેઠક ચાલી રહી છે.

Advertisement

  • મલ્લિકાર્જુન ખડગેએ INDIA Alliance ની બેઠક યોજી

  • મુકેશ સાહની પહેલીવાર INDIA Alliance ની બેઠકમાં દેખાયા

  • કોંગ્રેસ જીતશે તો વડપ્રધાન રાહુલ ગાંધીને બનાવવામાં આવશે

બેઠક પહેલા જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun kharge એ એક મોટો દાવો રમ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે જો આ સામાન્ય ચૂંટણીમાં ભારત ગઠબંધનની સરકાર બને છે, તો દેશના વડાપ્રધાન માટે રાહુલ ગાંધી તેમની પ્રથમ પસંદગી છે. Mallikarjun kharge એ એમ પણ કહ્યું છે કે તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ પ્રિયંકાએ પોતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો.

મુકેશ સાહની પહેલીવાર INDIA Alliance ની બેઠકમાં દેખાયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પંજાબના સીએમ ભગવંત માન, AAP સાંસદ સંજય સિંહ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત વિપક્ષી ગઠબંધનના તમામ વડાઓએ બેઠકમાં હાજરી આપી હતી. INDIA Alliance મીટિંગમાં તેજસ્વીની સાથે વીઆઈપી ચીફ મુકેશ સહની પણ પહોંચ્યા છે. મુકેશ સાહની પહેલીવાર INDIA Alliance ની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન પણ બેઠકમાં ભાગ લીધો હતો.

Advertisement

બેઠકમાં 15 પક્ષોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. INDIA Alliance ની સંકલન સમિતિમાં સામેલ મહત્વના પક્ષોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં કુલ 15 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • INC (સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ)
  • NCP (શરદ પવાર, જિતેન્દ્ર આહવડ)
  • DMK (ટી આર બાલુ)
  • Shivsena (UBT) (અનિલ દેસાઈ)
  • AAP (કેજરીવાલ, ભગવંત માન, રાઘવ ચઢ્ઢા)
  • RJD (તેજશ્વી યાદવ)
  • CPM (સીતારામ યેચુરી)
  • JMM (ચંપાઈ સોરેન, કલ્પના સોરેન)
  • NC (ફારૂક અબ્દુલ્લા)
  • PDP (મહેબૂબા આવવા માટે રાજી થયા હતા)
  • ACP (અખિલેશ યાદવ)
  • CPI (ડી રાજા)
  • CPI (ML)- દિપાંકર ભટ્ટાચાર્ય)
  • VIP (મુકેશ સાહની)
Advertisement
Tags :
Advertisement

.