Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tamil Nadu : આજે PM મોદી 1100 કરોડના ખર્ચે બનેલા Trichappalli એરપોર્ટના નવા ટર્મિનલનું કરશે ઉદ્ઘાટન, આ સુવિધાઓથી છે સજ્જ

Tamil Nadu : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે મંગળવારે તમિલનાડુની (Tamil Nadu) મુલાકાતે જશે. અહીં તેઓ ત્રિચુરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટના (Trichappalli International Airport) નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. પીએમઓ (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં માહિતી...
tamil nadu   આજે pm મોદી 1100 કરોડના ખર્ચે બનેલા trichappalli એરપોર્ટના નવા ટર્મિનલનું કરશે ઉદ્ઘાટન  આ સુવિધાઓથી છે સજ્જ

Tamil Nadu : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે મંગળવારે તમિલનાડુની (Tamil Nadu) મુલાકાતે જશે. અહીં તેઓ ત્રિચુરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટના (Trichappalli International Airport) નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. પીએમઓ (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં માહિતી આપવામાં આવી કે, ત્રિચુરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ માટે રૂ. 1100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Advertisement

માહિતી અનુસાર, ત્રિચુરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક ધોરણે 44 લાખથી વધુ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે પીક અવર્સમાં અંદાજે 3500 મુસાફરોને હવાઇ સેવા પ્રદાન કરી શકાય છે. નવું ટર્મિનલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિકની દ્રષ્ટિએ ત્રિચુરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ તમિલનાડુમાં (Tamil Nadu) ચેન્નાઈ પછી બીજું સૌથી મોટું એરપોર્ટ છે.

Advertisement

60 ચેકઇન કાઉન્ટર, 60 અરાઇવલ ઇમિગ્રેશન કાઉન્ટર સહિતની સુવિધા

માહિતી મુજબ, નવી ટર્મિનલ બિલ્ડિંગમાં 60 ચેકઇન કાઉન્ટર, 5 બેગેજ કેરોસેલ્સ, 60 અરાઇવલ ઇમિગ્રેશન કાઉન્ટર અને 44 ડિપાર્ચર ઇમિગ્રેશન કાઉન્ટર ઉપલબ્ધ રહેશે. નવા ટર્મિનલ પર ત્રિચુરાપલ્લીની સાંસ્કૃતિક વારસાની છવી જોઈ શકાય છે. અહીંની સજાવટ કોલમ કલા અને શ્રીરંગમ મંદિરની કલાકૃતિઓ પર આધારિત છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 2 અને 3 જાન્યુઆરીના રોજ તમિલનાડું (Tamil Nadu) , લક્ષદ્વીપ અને કેરળના પ્રવાસે છે.

Advertisement

આ પણ વાંચો - Statue of Lord Ram : રામલલ્લાની મૂર્તિ ફાઈનલ, જાણો કોણે તૈયાર કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.