Swati Maliwal Alleged: સ્વાતિ માલીવાલના નિવાસસ્થાને આવી પહોંચ્યા 3 IPS, જાણો કેમ....
Swati Maliwal Alleged: હાલમાં, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના માહોલ વચ્ચે આપના નેતા અને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) અને બિભવ કુમાર (Bibhav Kumar) ના મામલાઓ જોર પકડ્યું છે. થોડા દિવસ અગાઉ જ્યારે સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને તેમને મળવા માટે ગયા હતા. ત્યારે મુખ્યમંત્રીના પીએ બિભવ કુમારે (Bibhav Kumar) તેમની સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરી હતી.
સ્વાતિ માલીવાલને મળવા 3 IPS આવ્યા
મુખ્યમંત્રીના પીએ બિભવ કુમારને સમન્સ પાઠવ્યું
બે વખત ઉત્પીડનના મામલે ફોન આવ્યા હતા
ત્યારે આજરોજ સાંસદ Swati Maliwal ના કહ્યા પ્રમાણે કેસ નોંધાવા અને સમગ્ર કેસની તપાસ માટે સાંસદ Swati Maliwal ને મળવા 3 IPS તેમને મળ્યા હતા. જોકે આ સમગ્ર મામલે વાર્તાલાપSwati Maliwal ના નિવાસ સ્થાને થયો હતો. જોકે જ્યારે મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને તેમની સાથે ગેરવર્તણૂક ઘટના બની, ત્યારે જ તાત્કાલિક ધોરણે તેમણે દિલ્હી પોલીસને સમગ્ર મામલે જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતી.
આ પણ વાંચો: Delhi ના BJP કાર્યાલયમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે…
મુખ્યમંત્રીના પીએ બિભવ કુમારને સમન્સ પાઠવ્યું
The National Commission for Women (NCW) summons Delhi CM Arvind Kejriwal's PA, Bibhav Kumar, to appear before it tomorrow in the alleged assault incident of AAP MP Swati Maliwal. pic.twitter.com/cvpUbpKDQQ
— All India Radio News (@airnewsalerts) May 16, 2024
તે ઉપરાંત Swati Maliwal સાથે જે ઘટના બની હતી, તેની કડક નિંદા સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના પીએ Bibhav Kumar ને સમન્સ મોકલી આપવામાં આવ્યું હતું. સમન્સમાં મુખ્યમંત્રીના પીએ Bibhav Kumar પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે રાજ્યસભા સાંસદ અને પાર્ટી કાર્યકાર Swati Maliwal સાથે ગેરવર્તન કર્યું છે.
આ પણ વાંચો: UP : PM મોદીએ ભદોહીમાં SP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- પહેલા માફિયા રાજ ચાલતું હતું પરંતુ હવે…
બે વખત ઉત્પીડનના મામલે ફોન આવ્યા હતા
જોકે આ મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે 13 મે, 2024 ના રોજ દિલ્હી પોલીસને બે વખત ઉત્પીડનના મામલે ફોન આવ્યા હતા. આ કોલ મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સાંસદSwati Maliwal એ કર્યો હતો. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારે સાંસદ Swati Maliwal લેખિતમાં ફરિયાદ કર્યા વગર જ ત્યાંથી નિકળી ગઈ હતી.
આ પણ વાંચો: PK : કેજરીવાલના બહાર આવવાથી કોંગ્રેસને….