Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Suraj Revanna News: મને રૂમમાં લઈ ગયા, નિવસ્ત્ર કર્યો અને પછી મારી સાથે....

Suraj Revanna News: કર્ણાટકનો સૌથી ચર્ચિત સેક્સ સ્કેન્ડલ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી JDS નેતા એચડી રેવન્ના અને તેમના મોટા પુત્ર Prajwal Revanna બાદ નાના ભાઈ સૂરજનું નામ પણ જોડાઈ ગયું છે. હસન જિલ્લાના હોલનરસીપુરા પોલીસ સ્ટેશનમાં...
suraj revanna news  મને રૂમમાં લઈ ગયા  નિવસ્ત્ર કર્યો અને પછી મારી સાથે

Suraj Revanna News: કર્ણાટકનો સૌથી ચર્ચિત સેક્સ સ્કેન્ડલ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી JDS નેતા એચડી રેવન્ના અને તેમના મોટા પુત્ર Prajwal Revanna બાદ નાના ભાઈ સૂરજનું નામ પણ જોડાઈ ગયું છે. હસન જિલ્લાના હોલનરસીપુરા પોલીસ સ્ટેશનમાં સૂરજ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Advertisement

  • Prajwal Revanna બાદ તેના નાના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ

  • Prajwal Revanna ને 24 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

  • તપાસ ટીમને એક પેન ડ્રાઈવ મળી આવી

તો ફરિયાદીએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પોલીસે સૂરજ વિરુદ્ધ આઈપીસીની કલમ 377, 342, 506 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, “સૂરજ રેવન્નાએ મને 16 જૂને તેમના ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો. ત્યાં તેણે ખૂબ સરસ રીતે વાત કરી, પરંતુ જ્યારે તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને મારા કાનને સ્પર્શ કરવા લાગ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. પછી તેમણે મારા હોઠને કિસ કરવા લાગ્યા. ત્યારે મેં તેમને મારાથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમણે મારી સાથે બળજબરીથી સેક્સ કર્યું.

Prajwal Revanna ને 24 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

Advertisement

આ પહેલા સૂરજ રેવન્નાએ બ્લેકમેલના આરોપમાં બે લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આરોપ છે કે આ લોકો સૂરજને ખોટા યૌન શોષણના આરોપમાં ફસાવવી રહ્યા છે. તેમને ખોટા આરોપમાં ફસાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે કર્ણાટકના પ્રખ્યાત સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા JDS નેતા Prajwal Revanna ને 24 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં.

તપાસ ટીમને એક પેન ડ્રાઈવ મળી આવી

તો અત્યાર સુધીમાં Prajwal Revanna વિરુદ્ધ અલગ-અલગ યુવતીઓ સાથે 2500 થી વધુ અશ્લીલ વીડિયો બનાવી યૌન શોષણ થયું હોવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તપાસ ટીમને એક પેન ડ્રાઈવ મળી આવી હતી. જેમાં તેમને અનેક અશ્લિલ વિડીયો મળી આવ્યો હતો. તે ઉપરાંત પોલિસે Prajwal Revanna વિરુદ્ધ 3 અલગ-અલગ કેસ નોંધ્યા છે.

Advertisement

આ પણ વાંચો: PAPER LEAK: વિવાદ વચ્ચે NTA માં મોટો ફેરફાર, સુબોધ કુમારને હટાવી આ શખ્સને સોંપાઈ નવા DG ની જવાબદારી

Tags :
Advertisement

.