Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Satyendar Jain Interim Bail: સુપ્રીમ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનના વચગાળાની જામીન 8 જાન્યુ. સુધી લંબાવ્યાં

સત્યેન્દ્ર જૈનના જામીનનો સમયગાળો વધ્યો સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યના કારણોસર આપવામાં આવેલ વચગાળાના જામીન 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધા છે. 26 મેના રોજ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્ય સંબંધિત 6 અઠવાડિયા માટે...
satyendar jain interim bail  સુપ્રીમ કોર્ટે aap નેતા સત્યેન્દ્ર જૈનના વચગાળાની જામીન 8 જાન્યુ  સુધી લંબાવ્યાં

સત્યેન્દ્ર જૈનના જામીનનો સમયગાળો વધ્યો

Advertisement

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યના કારણોસર આપવામાં આવેલ વચગાળાના જામીન 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધા છે. 26 મેના રોજ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્ય સંબંધિત 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતાં.
AAP નેતા જૈનની વચગાળાની જામીન 26 મેથી ઘણી વખત લંબાવવામાં આવી છે. તેમની જામીન અરજી 6 એપ્રિલ ફગાવી દેવા માટે દિલ્હી હાઈકોર્ટએ પડકાર કર્યો છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 30 મે 2022ના રોજ જૈનની ધરપકડ કરી હતી.

હાઈકોર્ટ દ્વારા જામીન અરજીને પડકાર અપાયો

Advertisement

જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ એસસી શર્માની બેંચે જૈનને 9 ડિસેમ્બરના રોજ પગમાં ફ્રેક્ચર થયું હોવાનો કારણે તેમને રાહત આપી હતી.એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ દાવો કર્યો હતો કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017માં તેમની સામે નોંધાયેલી CBI FIRના આધારે EDએ જૈનની ધરપકડ કરી હતી.આ આરોપોને જૈન દ્વારા નકારી કાઢવામાં આવ્યાં છે. 6 સપ્ટેમ્બર, 2019 ના રોજ, સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં નીચલી અદાલત દ્વારા તેમને નિયમિત જામીન આપવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ બાદ મથુરાની શાહી ઈદગાહનો થશે સર્વે

Tags :
Advertisement

.