સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને આપી સલાહ...રાજ્યની ચૂંટાયેલ સરકારોને ઓવરરાઈડ ન કરો
- સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યપાલોને કડક શબ્દોમાં સલાહ આપી
- વિધાનસભાઓ પર રાજ્યાપલોનું નિયંત્રણ યોગ્ય નથીઃ સુપ્રીમ કોર્ટ
- તમિલનાડુના કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યપાલોને આપી સલાહ
New Delhi: આજે સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુમાં 10 બિલને રાજ્યપાલ દ્વારા અટકાવાના કેસની સુનાવણી ચાલી રહી હતી. જે દરમિયાન કોર્ટે કહ્યું કે, રાજ્યપાલોએ રાજકીય કારણોસર રાજ્ય વિધાનસભાઓ પર નિયંત્રણ ન રાખવું જોઈએ. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ આર. મહાદેવનની બેન્ચે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિને પૂછ્યું કે તમારા રાજ્યના 10 બિલ લાંબા સમયથી શા માટે અટકાવી રાખવામાં આવ્યા છે ?
રાજ્યપાલો સંસદીય લોકશાહીની સ્થાપિત પરંપરાઓનું સન્માન કરે
વિધાનસભાઓ પર રાજ્યાપલોનું નિયંત્રણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજ્યપાલોએ સંસદીય લોકશાહીની સ્થાપિત પરંપરાઓનું સન્માન કરીને કામ કરવું જોઈએ. વિધાનસભા અને જનતા પ્રત્યે જવાબદાર ચૂંટાયેલી સરકાર દ્વારા વ્યક્ત થતી જનતાની ઈચ્છાનું સન્માન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે સૌથી આકરી ટિપ્પણી કરી હતી કે, રાજ્યપાલોએ રાજકીય કારણોસર વિધાનસભાની કામગીરીમાં અવરોધ ન લાવવો જોઈએ. કોર્ટે રાજ્ય સરકારની સત્તાઓને સર્વોચ્ચ જાહેર કરતા કહ્યું કે, વિધાનસભાના સભ્યો લોકશાહી પ્રક્રિયા હેઠળ રાજ્યના લોકો દ્વારા ચૂંટાય છે. તેથી તેઓ રાજ્યના લોકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે વધુ સારી રીતે તૈયાર છે.
બિલોને મંજૂરી ન આપવાનો નિર્ણય મહત્તમ 3 મહિનાની અંદર કરવો
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટે 10 બિલ અનામત રાખવાના રાજ્યપાલના પગલાને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યું. આ સમગ્ર કાર્યવાહી પણ રદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય મર્યાદામાં કામ કરવાનું પણ સૂચન કર્યુ હતું. પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલોએ મંત્રી પરિષદની સલાહ મુજબ વધુમાં વધુ એક મહિનાની અંદર રાષ્ટ્રપતિને બિલ મોકલવાનો નિર્ણય લેવો જોઈએ. જ્યારે રાજ્યપાલોએ વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી ન આપવાનો નિર્ણય મહત્તમ 3 મહિનાની અંદર લેવો જોઈએ.
આ પણ વાંચોઃ સિંગાપોરની શાળામાં આગ દુર્ઘટના, Dy. CM પવન કલ્યાણનો પુત્ર દાઝ્યો
રાજ્યપાલ બિલને ક્યારે નામંજૂર કરી શકે ?
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની સત્તાઓને સર્વોચ્ચ જાહેર કરતા કહ્યું કે, વિધાનસભાના સભ્યો લોકશાહી પ્રક્રિયા હેઠળ રાજ્યના લોકો દ્વારા ચૂંટાય છે. તેથી તેઓ રાજ્યની જનતાના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે વધુ યોગ્ય રીતે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય વિધાનસભા ફરીથી પરામર્શ કર્યા પછી જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ લાવે ત્યારે તેમણે બિલને મંજૂરી આપવી જોઈએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ કે, રાજ્યપાલ ફક્ત ત્યારે જ મંજૂરીનો ઇનકાર કરી શકે છે જો બિલ અલગ હોય.
આ પણ વાંચોઃ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PM મોદીએ કર્યો સંવાદ