ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Sukhdev Singh Gogamedi: ગોગામેડી હત્યા કેસના એક આરોપી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ

ગોગોમેડીના આરોપી નારનૌલ જિલ્લાની જેલમાં કેદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો મુખ્ય આરોપી નીતિન ફૌજીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે નીતિન ફૌજીને નારનૌલ જિલ્લા જેલમાં...
09:29 PM Dec 15, 2023 IST | Aviraj Bagda
featuredImage featuredImage

ગોગોમેડીના આરોપી નારનૌલ જિલ્લાની જેલમાં કેદ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો મુખ્ય આરોપી નીતિન ફૌજીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે નીતિન ફૌજીને નારનૌલ જિલ્લા જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ જેલમાં અન્ય તેના સાથિદોરોને પણ બંધ કરવામાં આવ્યા હતાં.

જેલમાં ગોગામેડીના એક આરોપી દ્વારા આત્મહત્યા કરાઈ

ત્યારે નીતિન ફૌજીનો એક સાથી કુલદીપ દ્વારા જેલમાં બ્લેડ વડે ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને જેલ સ્ટાફ દ્વારા તુંરત નારનૌલ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ કુલદીપની સ્થિતિ ગંભીર હોવાને કારણે તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂપ પડી હતી. તેની સાથે પોલીસ દ્વારા આ કેસમાં આગળ તજવીજ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે નીતિન ફૌજી પર પોલીસ પાર્ટીના વાહનને ટક્કર મારવાનો અને ફાયરિંગ કરવાનો આરોપ છે. આ મામલો 9મી નવેમ્બરનો છે. આ મામલે પોલીસે મહેન્દ્રગઢ સદર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે. આ કેસમાં પોલીસે રિવાસા ગામના કુલદીપ નામના યુવકની ધરપકડ કરી હતી. ઘટના સમયે તે નીતિન ફૌજી સાથે હોવાનું કહેવાય છે. ગોગામેડી હત્યા કેસમાં નીતિન ફૌજી રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

આ પણ વાંચો: સંસદમાં ‘સ્મોક હુમલા’ પાછળનો હેતુ શું હતો? દિલ્હી પોલીસે કોર્ટમાં આપ્યું આ નિવેદન…

 

Tags :
arrestedGogamediRajasthanSukhdevSinghGogaMedi