Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stand Up India: સરકરાનો મુખ્ય ઉદ્દેશ SC-ST વર્ગની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી

Stand Up India: ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશની મહિલાઓ આર્થિક ક્ષેત્રે વધુ મજબૂત થશે. તે સાથે દેશના આર્થિક વિકાસમાં મહિલાનું યોગદાન વધશે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના માત્ર મહિલાઓ માટે SC/ST...
stand up india  સરકરાનો મુખ્ય ઉદ્દેશ sc st વર્ગની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી

Stand Up India: ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશની મહિલાઓ આર્થિક ક્ષેત્રે વધુ મજબૂત થશે. તે સાથે દેશના આર્થિક વિકાસમાં મહિલાનું યોગદાન વધશે.

Advertisement

  • સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના માત્ર મહિલાઓ માટે
  • SC/ST મહિલાઓને આર્થિત સ્તરે સક્ષમ બનાવવા
  • 51% શેરહોલ્ડિંગ વ્યવસાયમાં હોવું જોઈએ
  • લોન લેનાર ડિફોલ્ટર ન હોવો જોઈએ
  • RuPay ડેબિટ કાર્ડ હોવું જરૂરી

સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના માત્ર મહિલાઓ માટે

વર્ષ 2016માં પીએમ મોદી (PM Modi) એ શરૂ કરેલી સ્ટેન્ડ અપ ઈન્ડિયા (Stand Up India Scheme) યોજના ખાસ કરીને મહિલાઓ અને SC-ST વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય મહિલાઓ (Women Empowerment) ને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે.

SC/ST મહિલાઓને આર્થિત સ્તરે સક્ષમ બનાવવા

સ્ટેન્ડ અપ ઈન્ડિયા (Stand Up India Scheme) તરફથી લોન ફક્ત SC/ST અને અથવા 18 વર્ષથી વધુ ઉંમરના મહિલા સાહસિકો દ્વારા જ મેળવી શકાય છે. સરકારનો પ્રયાસ છે કે આ યોજના દ્વારા દરેક બેંક શાખામાં ઓછામાં ઓછી એક અનુસૂચિત જાતિ (SC) અથવા અનુસૂચિત જનજાતિ (ST) વ્યક્તિ લોન લઈ શકે અને ઓછામાં ઓછી એક મહિલાને લોન આપી શકાય.

Advertisement

Stand Up India

Stand Up India

51% શેરહોલ્ડિંગ વ્યવસાયમાં હોવું જોઈએ

લોન માત્ર ઉત્પાદન, સેવાઓ, કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ અથવા વ્યવસાય ક્ષેત્ર માટે આપવામાં આવે છે. આ યોજના (Stand Up India Scheme) અંતર્ગત કોઈપણ વ્યવસાય ઓછામાં ઓછા 51% શેરહોલ્ડિંગ અને નિયંત્રણ શેરિંગ SC/ST અથવા મહિલા ઉદ્યોગસાહસિક (Women Empowerment) સાથે હોવું જોઈએ.

Advertisement

લોન લેનાર ડિફોલ્ટર ન હોવો જોઈએ

સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ માટે, લોન લેનાર કોઈપણ વ્યક્તિ બેંકમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ. કુલ લોન રૂ. 10 લાખથી રૂ. 100 લાખ એટલે કે રૂ. 1 કરોડ સુધી મળી શકે છે. લોન 7 વર્ષમાં 18 મહિનાની મહત્તમ મોરેટોરિયમ અવધિ સાથે ચૂકવવાપાત્ર છે.

RuPay ડેબિટ કાર્ડ હોવું જરૂરી

આ યોજના હેઠળ ઉપલબ્ધ લોન પર વ્યાજ દર બેંક તરફથી સૌથી ઓછો દર લાગુ રહેશે. રૂ. 10 લાખ સુધીની કાર્યકારી મૂડી ઉપાડવા માટે, લોન લેનારને RuPay ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે.

સંયુક્ત લોનના 85% માં ટર્મ લોન અને કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે. જો તમારું યોગદાન અને અન્ય કોઈપણ યોજનાના સમર્થન સાથે કુલ પ્રોજેક્ટ ખર્ચના 15% કરતા વધારે હોય તો પ્રોજેક્ટ ખર્ચના 85% આવરી લેવા માટેની લોનની શરત લાગુ થશે.

આ પણ વાંચો: Chandigarh Mayor Vote: ચંદીગઢની મેયર ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને અધિકારીને લગાવી ફટકાર

Tags :
Advertisement

.