Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Health Budget 2024 માં કેન્સરના દર્દીઓ માટે ખાસ જોગવાઈ, નાણાંમંત્રીએ કરી મોટી જાહેરાત

Health Budget 2024: આજે નાણાંમંત્રીએ 2024-25 નું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક પ્રકારની મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં નાણાંમંત્રીએ કૈન્સરની સારવાર માટે ઉપયોગમાં આવતી ત્રણ દવાઓની ક્સ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. નોંધનીય છે કે, કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતા...
01:17 PM Jul 23, 2024 IST | VIMAL PRAJAPATI
Health Budget 2024

Health Budget 2024: આજે નાણાંમંત્રીએ 2024-25 નું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક પ્રકારની મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં નાણાંમંત્રીએ કૈન્સરની સારવાર માટે ઉપયોગમાં આવતી ત્રણ દવાઓની ક્સ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. નોંધનીય છે કે, કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતા દવાઓની કિંમતમાં ઘટાડો થવાનો છે. અત્યારે દેશમાં લાખો દર્દીઓ કેન્સરથી પીડાઈ રહ્યા છે. જેથી તેમને ફાયદો થવાનો છે. આ ઉપરાંત બજેટમાં ઘણા મેડિકલ સાધનો પર ટેક્સ ઘટાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં મેડિકલ રિસર્ચને લગતી કેટલીક બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્રણ દવાઓની ક્સ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ પહેલું પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે આ બજેટની નવ ખાસ યોજનાઓ પર ખાસ ભાર આપ્યું હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે, 2024 ના બજેટ ભાષણની શરૂઆત કરતા રહ્યું કે, ગરીબો, મહિલાઓ અને અન્નદાતાઓ પર ખાસ વાત કરી હતી. તેમમે કહ્યું હતું કે, આ વખતે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને હજી પણ પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે, આ યોજનાનો અત્યારે 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે.

દર્દીઓને દવાની ખરીદી મોટો ફાયદો થશે

નોંધનીય છે કે, 2024-25 ના બજેટમાં અત્યારે નિર્મલા સીતારમણે ખાસ તો કેન્સકના દર્દીઓ માટે ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાત કરવામાં આવતા દર્દીઓને દવાની ખરીદી મોટો ફાયદો થવાનો છે. બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ‘કેન્સરની દવાઓની સાથે એક્સ-રે મશીન સહિત અનેક મેડિકલ ઈક્વિપમેન્ટ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે. તેનાથી આ મશીનોની કિંમત ઘટી શકે છે.

મેડિકલ રિસર્ચને લઈને પણ 2024 ના બજેટમાં ખાસ જોગવાઈ

કેન્સરની દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની સાથે સાથે મેડિકલ રિસર્ચને લઈને પણ 2024 ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 2024 ના બજેટમાં સરકારે ફાર્મા સેક્ટરને વેગ આપવા માટે ઘણી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે આયુષ્યમાન કાર્ડની અવધીમાં પણ વધારો થઈ શકે છે. પરંતુ તેના માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, 9 થી 14 વર્ષની કન્યાઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Budget 2024: મોદી સરકાર 3.0 ની આ 9 પ્રાથમિકતાઓ પર થશે વિકાસ, નાણાંમંત્રીએ કરી જાહેરાત

આ પણ વાંચો: Nirmala Sitharaman Budget Look: દરેક બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાડી હોય છે વિશેષ

આ પણ વાંચો: Union Budget 2024 : બજેટમાં કર્મચારીઓને મોટી રાહત, કૃષિ ક્ષેત્ર માટે થશે ટેક્નોલોજીનો ઉપયોગ

Tags :
budget 2024budget 2024 updateBudget 2024-25Finance Minister Nirmala SitharamanFinance Minister Nirmala Sitharaman presented Budget 2024Health Budget 2024Health Budget 2024 UpdateHealth Budget 2024-25Latest National NewsModi government 3.0national newsNirmala SitharamanNirmala Sitharaman Budgetnirmala sitharaman budget 2024Vimal Prajapati
Next Article