તો શું I.N.D.I.A. ગઠબંધનમાં BSP સુપ્રીમો માયાવતી થશે સામેલ? પાર્ટી સાંસદે મૂકી આ શરત!
વિપક્ષી દળના I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ થવાને લઈને સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ પોતાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. અગાઉ યોજાયેલ I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં અખિલેશ યાદવે કોંગ્રેસને BSP ને લઈને સ્પષ્ટતા કરવા કહ્યું હતું. અખિલેશ યાદવે કોંગ્રેસને પૂછ્યું હતું કે, શું કોંગ્રેસ પાર્ટી BSP સાથે વાતચીત કરી રહી છે? BSP ને ગઠબંધનમાં સામેલ કરવા અંગે વાતચીત થઈ રહી છે? આ મામલે સ્પષ્ટતા કરવા માટે કહ્યું હતું, જેના પર કોંગ્રેસે (Congress) કહ્યું હતું કે, હાલ એવો કોઈ વિચાર નથી. પરંતુ હવે માયાવતીના (Mayawati) નજીકના મનાતા એવા એક નેતાએ BSP ના ગઠબંધનમાં સામેલ થવા માટે એક શરત મૂકી છે.
મીડિયા અહેવાલ અનુસાર, માયાવતી છેલ્લા અમુક દિવસથી દિલ્હીમાં છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કૈડરના દબાણ હેઠળ માયાવતી તરફથી ગઠબંધનમાં સામેલ થવા અંગે શરત મૂકવામાં આવી છે. અમરોહાથી સાંસદ અને માયાવતીના નજીકના મનાતા એવા મલૂક નાગરે (Malook Nagare) કહ્યું કે, માયાવતીને I.N.D.I.A. ગઠબંધનમાં વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તો જ આ ગઠબંધન સફળ થશે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં સુધી માયાવતી સાથે નથી ત્યાં સુધી ગઠબંધનનું કોઈ અસ્તિત્વ નથી. તેઓ બીજેપીને રોકી નહીં શકે.
'રામ મંદિરની ગમે તેટલી ચર્ચા થાય, તેનો ફાયદો ભાજપને જ થશે'
બસપા સાંસદે કહ્યું કે, કોઈ રામ મંદિરની ગમે તેટલી ચર્ચા કરે, તેનો ફાયદો ભાજપને જ થશે. ભગવાન શ્રીરામ માત્ર ભાજપના નથી પણ આપણા બધાના છે પણ આવનારા દિવસોમાં મંદિરને લઈને જે રાજનીતિ અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનો લાભ માત્ર ભાજપને જ મળશે. મલૂક નાગરે કહ્યું કે, માયાવતીના 13 ટકા અને વિપક્ષના 37-38 ટકા વોટ નિર્ણાયક સાબિત થઈ શકે છે. જે યુપીમાં બીજેપીના 44 ટકાથી ઘણા વધુ છે. પરંતુ, તે માટે જરૂરી છે કે માયાવતીને વડાપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે. બીએસપી સાંસદે કહ્યું કે, જો બીએસપી ગઠબંધનની સાથે આવે છે તો સમગ્ર દેશમાં પાર્ટીનું વોટ માર્જિંન ગઠબંધનને ફાયદો પહોંચાડી શકે છે અને ત્યારે જ બીજેપીને (BJP) રોકી શકાશે.
આ પણ વાંચો - મની લોન્ડરિંગ કેસમાં પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધશે? ED ની ચાર્જશીટમાં પ્રથમ વખત સામે આવ્યું નામ