Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sleeper Vande Bharat Train: આ રૂટ પર ચાલશે પ્રથમ સ્લીપર વંદે ભારત! ટોપ સ્પીડ 160 KMPH હશે

Sleeper Vande Bharat Train: ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનને લોન્ચ કરીને લાખો નાગરિકોની મુસાફરી સરળ બનાવી છે. જોકે મોટાભાગે દરેક રાજ્યોમાં વંદે ભારતની સુવિધા શરુ કરી દેવામાં આવી છે. તેના અંતર્ગત નાગરિકોની મુસાફરી સહિત કિંમત પણ લાભ થાય છે. તો...
09:50 PM Jul 16, 2024 IST | Aviraj Bagda
New Vande Bharat sleeper train will run on these routes

Sleeper Vande Bharat Train: ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનને લોન્ચ કરીને લાખો નાગરિકોની મુસાફરી સરળ બનાવી છે. જોકે મોટાભાગે દરેક રાજ્યોમાં વંદે ભારતની સુવિધા શરુ કરી દેવામાં આવી છે. તેના અંતર્ગત નાગરિકોની મુસાફરી સહિત કિંમત પણ લાભ થાય છે. તો ભારતીય રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. આવતા મહિનાથી દેશમાં સ્લીપર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. તો સ્લીપર વંદે ભારત ટ્રેન લાંબાગાળાની મુસાફરી માટે દોડાવવામાં આવશે.

તો મળતી માહિતી મુજબ પ્રથમ Secunderabad થી Mumbai સુધી Sleeper Vande Bharat ને દોડાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ દક્ષિણ મધ્ય રેલવેને જીએમને સૂચન કર્યું છે અને રેલવે મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો છે કે પ્રથમ Sleeper Vande Bharat એ Secunderabad થી લઈને Mumbai સુધી દોડાવવામાં આવશે. કારણ કે... આ વિસ્તારમાં કોઈ ટ્રેન નથી. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, આ Sleeper Vande Bharat એ શતાબ્દી એક્સપ્રેસના સ્થાને દોડશે.

Sleeper Vande Bharat ની મહત્તમ સ્પીડ 160 KMPH

આ ઉપરાંત ભારતીય રેલવે તરફથી કાચીગુડા-બેંગલુરુ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનની માગ પણ નોંધપાત્ર રીતે વધવા લાગી છે. તમને જણાવી દઈએ કે Sleeper Vande Bharat ની મહત્તમ સ્પીડ 160 KMPH હશે. જે અન્ય ટ્રેનો કરતા ઘણી વધારે છે. આ ટ્રેનમાં સુવા અને બેસવાની સીટો પણ આધુનિક રીતે બનાવવામાં આવી છે, જેથી મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

પટના-ટાટાનગર વચ્ચેનું અંતર માત્ર 7 કાલાકોની અંદર પાર

તો બીજી તરફ Sleeper Vande Bharat બાદ ભારતીય રેલવે નવીનત્તમ વંદે ભારત ટ્રેનને લાવવાની તૈયારી કરી રહ્યું છે. જે પટનાથી ટાટાનગરની વચ્ચે દોડાવવામાં આવશે. તેના માટે રેલવે મંત્રાલયને આવેદનપત્ર મોકવી આપવામાં આવ્યું છે. તો આ વંદે ભારત ટ્રેન પટનાથી ટાટાનગર વચ્ચેનું અંતર માત્ર 7 કાલાકોની અંદર પાર કરશે. રેલ્વે બોર્ડ દ્વારા પ્રસ્તાવ પાસ થતાં જ ટ્રેનની ટ્રાયલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: Zomato And Swiggy: સરકારે આ રાજ્યોમાં ઘરે બેઠા દારૂ પહોંચાડવાની સુવિધા કરી શરુ

Tags :
First Vande Bharat SleeperGujarat FirstIndian Railway Good NewsSecunderabad Mumbai Sleeper Vande BharatSleeper Vande BharatSleeper Vande Bharat Launch Date FareSleeper Vande Bharat Trainvande bharat sleeperVande Bharat TrainVande-Bharat
Next Article