Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sikkim Flood : કુદરતી આફત થી 10 લોકોના મોત, 22 જવાનો સહિત 89 લોકો હજુ પણ ગુમ

  સિક્કિમમાં આગામી 48 કલાક ભારે છે. હવામાન ખાતાએ બે દિવસ માટે સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં બિહાર,બંગાળ,મેઘાલય,અસમ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.સિક્કિમમાં બુધવારે જે તબાહી આવી તેણે 14 લોકોના જીવ લીધા...
sikkim flood   કુદરતી આફત થી 10 લોકોના મોત  22 જવાનો સહિત 89 લોકો હજુ પણ ગુમ

Advertisement

સિક્કિમમાં આગામી 48 કલાક ભારે છે. હવામાન ખાતાએ બે દિવસ માટે સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં બિહાર,બંગાળ,મેઘાલય,અસમ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.સિક્કિમમાં બુધવારે જે તબાહી આવી તેણે 14 લોકોના જીવ લીધા અને હજુ પણ સેનાના 22 જવાનો સહિત લગભગ 89લોકો ગૂમ છે. જેમની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.વાદળ ફાટ્યા બાદ આવેલી તબાહી ચારેબાજુ જોવા મળી રહી છે.તીસ્તા નદીનો પ્રલયકારી પ્રવાહ પોતાની સાથે બહુ જ વહાવી દેવા માટે ઉતાવળો બન્યો હોય તેવું લાગે છે. આવનારા સમયમાં સ્થિતિ ગંભીર જોવા મળી શકે છે. હવામાન ખાતાએ આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરેલું છે.

Advertisement

સિક્કિમમાં તબાહીનો મંજર
અત્રે જણાવવાનું કે રાતના અંધારામાં વાદળ ફાટ્યું અને જ્યારે સવાર પડી તો ચારેબાજુ તબાહી જ તબાહી જોવા મળી. સેલાબ આવ્યો અને બધુ વહાવીને લઈ જવા લાગ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજ લ્હોનક ઝીલ ઉપર મોડી રાતે લગભગ દોઢ વાગે વાદળ ફાટ્યું અને ત્યારબાદ લાચેન ઘાટીમાં તીસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીનું જળસ્તર અચાનક 15થી 20 ફૂટ સુધી વધી ગયું. ત્યારબાદ નદીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અનેક ઘરોમાં પણ નદીનું પાણી ઘૂસી ગયું.

Advertisement

તિસ્તા નદી ઘોડા પૂર
તમને જણાવી દઈએ કે સિક્કિમના મંગન જિલ્લાના લોનાક સરોવરના કેટલાક ભાગોમાં ગ્લેશિયલ લેક ફાટી નીકળેલા પૂરને કારણે તિસ્તા નદીના નીચેના ભાગમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી ગયું હતું. આના કારણે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં મોટું નુકસાન થયું છે. ઉત્તર સિક્કિમના લોનાક સરોવરના કેટલાક ભાગોમાં તળાવ ફાટવાને કારણે પાણીનું સ્તર લગભગ 15 મીટર/સેકન્ડના ઊંચા વેગ સાથે વધ્યું હતું.

સેનાના 22  જવાન ગુમ

આ દુર્ઘટના બાદ જિલ્લામાં સેનાના 22 જવાન ગુમ થયા હતા. આમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. અચાનક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે 22 સૈન્યના જવાનો સહિત 48 લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર બંગાળમાં ત્રણ લોકો ધોવાઈ ગયા છે. મંગળવારે સવારે 1.30 વાગ્યાની આસપાસ પૂર આવ્યું હતું.ગંગટોકના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એસડીએમ) મહેન્દ્ર છેત્રીએ જણાવ્યું હતું કે, "ગોલીતાર અને સિંગતમ વિસ્તારોમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે."

પરિસ્થિતિનું સતત નિરીક્ષણ

બીજી તરફ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ બુધવારે બેઠક કરી અને સિક્કિમની સ્થિતિની સમીક્ષા કરી. સિક્કિમના મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી અને રાજ્યની નવીનતમ સ્થિતિ વિશે સમિતિને માહિતગાર કર્યા હતા. તેમણે કમિટીને રાહત અને બચાવના પગલાં લેવામાં રાજ્ય સરકારના પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી. ગૃહ સચિવે સમિતિને કહ્યું કે કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરે 24x7 સ્થિતિ પર નજર રાખી રહી છે. ગૃહ મંત્રાલય (MHA) ના બંને કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ કમિટીએ પરિસ્થિતિની સમીક્ષા કરી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ લાપતા સેનાના જવાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની આગેવાની હેઠળની નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ સિક્કિમમાં વાદળ ફાટ્યા પછી પરિસ્થિતિની સમીક્ષા કરી અને ટનલમાં ફસાયેલા પ્રવાસીઓ અને લોકોને બહાર કાઢવા પર ભાર મૂક્યો. એક સત્તાવાર રીલીઝ મુજબ, સિક્કિમના મુખ્ય સચિવ, જેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો, તેમણે NCMCને રાજ્યની નવીનતમ પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

ટનલમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી યથાવત

કેન્દ્રીય એજન્સીઓ અને સિક્કિમ સરકાર દ્વારા રાહત અને બચાવના પગલાંની સમીક્ષા કરતા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની ટનલમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ પ્રાથમિકતાના ધોરણે થવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધારાની NDRF ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.

આ  પણ  વાંચો-LCA TEJAS: ભારતીય વાયુસેનામાં જોડાયું વધુ એક શક્તિશાળી એરક્રાફ્ટ

Tags :
Advertisement

.