ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sharad Chnadra Pawar: શરદ પવારની એનસીપીને મળ્યું આ નવું નામ, વાંચો અહેવાલ

Sharad Chnadra Pawar: ફરી એકવાર Maharashtra Politics માં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ બદલાવ શરદ પવારની પાર્ટીમાં જોવા મળ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા શરદ પવારના જૂથને નવું નામ આપવામાં આવ્યું છે. નવું નામ NCP- શરદ ચંદ્ર પવાર શરદ...
07:19 PM Feb 07, 2024 IST | Aviraj Bagda
Sharad Pawar group got new title, will use it during Rajya Sabha elections

Sharad Chnadra Pawar: ફરી એકવાર Maharashtra Politics માં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ બદલાવ શરદ પવારની પાર્ટીમાં જોવા મળ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા શરદ પવારના જૂથને નવું નામ આપવામાં આવ્યું છે.

નવું નામ 'NCP- શરદ ચંદ્ર પવાર'

શરદ પવાર જૂથને ચૂંટણી પંચ તરફથી પક્ષનું નવું નામ 'NCP- શરદ ચંદ્ર પવાર' મળ્યું છે. અગાઉ શરદ પવારના જૂથે ચૂંટણી પંચને તેમના પક્ષ માટે ત્રણ નામ અને ચૂંટણી પ્રતીક વિકલ્પો સૂચવ્યા હતા.

ચૂંટણી પંચે અજિત પવાર જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરીકે જાહેર કર્યા બાદ અને તેને પાર્ટીનું ચૂંટણી ચિન્હ 'વોલ ક્લોક' ફાળવ્યા પછી શરદ પવાર જૂથને નવું નામ મળ્યું છે.

Sharad Chnadra Pawar

શરદ પવાર જૂથે આ ત્રણ નામ અને પ્રતીકો સૂચવ્યા હતા

એક અહેવાલ અનુસાર, શરદ પવારે પાર્ટીના નામ તરીકે ચૂંટણી પંચને જે ત્રણ વિકલ્પો સૂચવ્યા હતા. તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદરાવ પવાર સૂચવ્યું હતું. તે જ સમયે શરદ પવારે ચાનો કપ,સૂર્યમુખીનું ફૂલ અને ઉગતા સૂર્યને ચૂંટણી પ્રતીકો તરીકે સૂચવ્યા છે.

શરદ પવારનું જૂથ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે

શરદ પવાર જૂથ ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ અજિત પવારના જૂથે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને Supreme Court ને વાત રજૂ કરવા માટે વિનંતી કરી છે.

આ પણ વાંચો: Uttarakhand : યુસીસી બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર

Tags :
CongressElectionelection comminsionMaharashtranameNCPNCP Sharad PawarNEWSharad Chnadra PawarSharad Pawar
Next Article