Pahalgam Attack બાદ સુરક્ષાદળો એક્શનમાં, અનંતનાગમાં 175 લોકોની અટકાયત
- પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળો એક્શનમાં
- અનંતનાગમાં જિલ્લામાં 175 લોકોની અટકાયત
- શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવા વિનંતી
Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા (Pahalgam Attack)બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં એક્શન લેતા પૂછપરછ માટે 175 શંકાસ્પદોની (Jammu and Kashmir alert)અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને અન્ય તપાસ એજન્સીઓની સંયુક્ત ટીમ શંકાસ્પદ ઠેકાણા અને સહાયતા નેટવર્કને નિશઆન બનાવતા જિલ્લામાં ઘેરાબંધી અને તપાસ અભિયાન ચલાવી રહી છે.
પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "આ અભિયાન હેઠળ જિલ્લામાં કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. દિવસ-રાત તપાસ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી આતંકવાદી ગતિવિધિમાં મદદ કરનારા સહાયતા નેટવર્કને ખતમ કરવા માટે પૂછપરછ માટે 175 શંકાસ્પદોની અટકાય કરવામાં આવી છે.
શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવા વિનંતી
સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વધારવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાની મોબાઇલ વાહન ચેક પોસ્ટ્સ (MVCPs) સ્થાપિત કરવામાં આવી છે. જાહેર સહયોગ માંગવામાં આવ્યો છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો - 'Mission Ready, કોઇ પણ સમયે, કોઇ પણ જગ્યાએ', ભારતીય નૌસેનાએ આપ્યા મોટા સંકેત
પહેલગામમાં થયો હતો આતંકી હુમલો
મહત્ત્વપૂર્ણ છે કે 22 એપ્રિલે અનંતનાગ જિલ્લાના પહેલગામ પાસે બેસરન ઘાસના મેદાનમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા.હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ કેટલાક જિલ્લામાં મોટા પાયે તપાસ અભિયાન ચલાવ્યું છે અને પૂછપરછ માટે શંકાસ્પદોની અટકાયત કરી છે.
આ પણ વાંચો - Pahalgam Terror Attack : આતંકીઓનો અંત નક્કી, સુરક્ષાદળોએ 14 આતંકીઓની યાદી કરી તૈયાર
પૂંછ-રાજૌરી સેક્ટરમાં પણ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર
દરમિયાન રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુ-રાજૌરી-પુંછ હાઇવે પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગરની મુલાકાત લીધી હતી. જનરલ દ્વિવેદીને જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી તેમજ નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી.