Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PUNJAB : નાશના કારોબાર પર સુરક્ષાદળોનો સપાટો, 29 કિલો હેરોઈન સાથે 2 પાકિસ્તાનીની ધરપકડ

​​પંજાબમાં દિવસેને દિવસે ડ્રગ્સનો કાળો કારોબાર ફેલાઈ રહ્યો છે. આ કાળા કારોબાર પાછળ પાડોશી દેશ પાકિસ્તાનનો મોટો હાથ છે. પંજાબ પોલીસ કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ બોર્ડર પર પાકિસ્તાન તરફથી આવતા માદક દ્રવ્યોને જપ્ત ન કરે એવો દિવસ પસાર થતો નથી....
11:28 AM Aug 21, 2023 IST | Hiren Dave

​​પંજાબમાં દિવસેને દિવસે ડ્રગ્સનો કાળો કારોબાર ફેલાઈ રહ્યો છે. આ કાળા કારોબાર પાછળ પાડોશી દેશ પાકિસ્તાનનો મોટો હાથ છે. પંજાબ પોલીસ કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ બોર્ડર પર પાકિસ્તાન તરફથી આવતા માદક દ્રવ્યોને જપ્ત ન કરે એવો દિવસ પસાર થતો નથી. સરકાર અને સુરક્ષા દળો આ ધંધાથી કંટાળી ગયા છે. તેની સામે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ક્રમમાં હવે મોટી સફળતા મળી છે.

 

બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

પંજાબ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તાજેતરમાં મોટા દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના ડીજીપીએ કહ્યું કે ગુપ્ત માહિતી બાદ હાથ ધરાયેલા ઓપરેશનમાં તેઓએ 29 કિલો હેરોઈન રિકવર કર્યું છે. “ક્રોસ બોર્ડર ડ્રગ-ટ્રાફિકિંગ નેટવર્ક સામે ગુપ્તચરની આગેવાની હેઠળના ઓપરેશનમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં હેરોઈનના 26 પેકેટ (29.26 કિગ્રા) જપ્ત કર્યા અને 2 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી  છે

 ગોળીબારમાં એક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયો હતો

આ સાથે તેમણે જણાવ્યું કે આ અભિયાન દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો, જેમાં એક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયો હતો. તેજ સમયે, આ કેસમાં, SSOC ફાઝિલ્કામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ આ કેસના તળિયા અને તેમના અન્ય સહયોગીઓને શોધવા માટે ઊંડી તપાસ કરી રહી છે. આ દરમિયાન જે પણ હકીકતો સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

આ  પણ  વાંચો-પુલવામામાં એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર સહિત 2 આંતકી ઠાર

 

Tags :
2 Pakistanis arrestedDRUG SEIZEDdrugsPOLICPunjab
Next Article