નશાની હાલતમાં બાળકનો વીડિયો વાયરલ થયાં બાદ પોલીસની કાર્યવાહી
અમદાવાદમાં (Ahmedabad) એક 10 થી 12 વર્ષના બાળકનો નશામાં ધૂત હાલતમાં વીડિયો વાયરલ થયો છે. આ બાળક નશાની હાલતમાં લથડિયા ખાતો જોવા મળી રહ્યો છે અને સાથે જ તેના મોઢામાં સિગરેટ (Cigarettes) પણ છે. રમવાની ઉંમરે બાળક નશો કરીને ફરતો દેખાઈ રહ્યો ત્યારે માતા-પિતા માટે આ ચોક્કસથી લાલબત્તી સમાન કિસ્સો છે.પોલીસની કાર્યવાહીબાળકના વાયરલ થયેલા વીડિયોની જાણ થતાં જ માધુપુરા માધુપુરા પોલીસ દ્વારા બાળકની શોધખોળ હાàª
અમદાવાદમાં (Ahmedabad) એક 10 થી 12 વર્ષના બાળકનો નશામાં ધૂત હાલતમાં વીડિયો વાયરલ થયો છે. આ બાળક નશાની હાલતમાં લથડિયા ખાતો જોવા મળી રહ્યો છે અને સાથે જ તેના મોઢામાં સિગરેટ (Cigarettes) પણ છે. રમવાની ઉંમરે બાળક નશો કરીને ફરતો દેખાઈ રહ્યો ત્યારે માતા-પિતા માટે આ ચોક્કસથી લાલબત્તી સમાન કિસ્સો છે.
પોલીસની કાર્યવાહી
બાળકના વાયરલ થયેલા વીડિયોની જાણ થતાં જ માધુપુરા માધુપુરા પોલીસ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બાળકની ઓળખ થયાં બાદ પોલીસે બાળકના પિતા સામે ફરિયાદ નોંધી છે. જ્યારે બાળકનું CWCની ટીમ કાઉન્સેલિંગ કરશે.
વીડિયો સભ્ય સમાજ સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે
હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતના ભવિષ્યને આવી રીતે નશાના રવાડે કોણ ચડાવી રહ્યું છે. નશાના કારોબારીઓ બાળકોને આ લતે લગાડી રહ્યાં છે? અમદાવાદના રસ્તામાં આ નશાની હાલમાં લથડિયા ખાતા બાળકનો વીડિયો ચોંકાવી દેનારો છે ત્યારે આ વીડિયો સભ્ય સમાજ સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે.
ગ્રામ્ય સ્તરે અને નાના સેન્ટરોમાં બાળકોને નશાના રવાડે ચડાવવાનું કારસ્તાન ચાલે છે
નાના બાળકો કેફી પદાર્થોનું સેવન કરે તે હકીકત ખરેખર ચોંકાવનારી છે પરંતુ ગ્રામ્ય સ્તરે અને નાના શહેરોમાં દારૂ કે કેફી દ્રવ્યોનું વેચાણ કરતા લોકો ટીનેજર્સને ટાર્ગેટ બનાવીને તેને નશાના રવાડે ચડાવે છે તે હકીકત છે ત્યારે પોતાના બાળકો આવા દુષણથી દુર રહે તે માતા-પિતા જાગૃત રહે તે જરૂરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement