ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SC Senior Advocate: ઈતિહાસ એક દિવસમાં નથી રચાતું, પણ... 57 વર્ષે જરૂર રચાય છે

SC Senior Advocate: Supreme Court ના નિર્ણયમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મહિલાઓની તરફેણમાં મંજૂર કરાયો છે. Supreme Court એ એક સાથે 11 મહિલાઓને સિનિયર એડવોકેટની પદવી આપી છે. 57 વર્ષમાં Supreme Court નો ઐતિહાસિક નિર્ણય 11 મહિલાઓ...
08:02 PM Jan 20, 2024 IST | Aviraj Bagda
History is not made in a day, but... it takes 57 years

SC Senior Advocate: Supreme Court ના નિર્ણયમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મહિલાઓની તરફેણમાં મંજૂર કરાયો છે. Supreme Court એ એક સાથે 11 મહિલાઓને સિનિયર એડવોકેટની પદવી આપી છે.

57 વર્ષમાં Supreme Court નો ઐતિહાસિક નિર્ણય

આ નિર્ણય ખૂબ જ ખાસ છે, કારણ કે 1950 માં Supreme Court ની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી માત્ર 12 મહિલા વકીલોને જ આ સન્માન મળ્યું છે. આ ઉપરાંત Supreme Court એ 45 પુરૂષ વકીલોને તેમના શ્રેષ્ઠ કાયદાકીય કાર્ય માટે વરિષ્ઠ વકીલ બનાવ્યા છે.

11 સિનિયર એડવોકેટ મહિલાઓની યાદી

SC Senior Advocate

આ 11 મહિલા વકીલોનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં શોભા ગુપ્તા, સ્વરૂપમા ચતુર્વેદી, લિઝ મેથ્યુ, કરુણા નંદી, ઉત્તરા બબ્બર, હરિપ્રિયા પદ્મનાભન, અર્ચના પાઠક દવે, શિરીન ખજુરિયા, એન. એસ. નપ્પિનાઈ, એસ. જનાની અને નિશા બાગચીનો સમાવેશ થાય છે. Chief Justice DY Chanrachud અને Supreme Court ના ન્યાયાધીશોએ યોજાયેલી કોર્ટ મીટિંગમાં 19 જાન્યુઆરી, 2024 થી વરિષ્ઠ વકીલ તરીકે 56 એડવોકેટ્સને નિયુક્ત કર્યા હતા.

કુલ 56 વકીલોને સિનિયર વકીલોનો દરજ્જો આપવામાં આવ્યો 

ભારતના મુખ્ય ન્યાયાધીશ Chief Justice DY Chanrachud ના માર્ગદર્શન હેઠળ, 11 મહિલા અને 34 પ્રથમ પેઢીના વકીલો સહિત કુલ 56 વકીલોને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો છે. Justice ઈન્દુ મલ્હોત્રા જે હવે Supreme Court ના નિવૃત્ત જજ છે. તેમણે 2007 માં Supreme Court દ્વારા પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલનો હોદ્દો મેળવનાર પ્રથમ વકીલ તરીકે ઈતિહાસ રચ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ Supreme Court ની સ્થાપનાના 57 વર્ષ બાદ બની છે.

આ પણ વાંચો: RamTemple : ફૂલોથી શણગારેલું રામ મંદિર અંદરથી કેવું લાગે છે? જુઓ સુંદર તસવીરો

 

Tags :
AdvocateChief JusticecourtDelhiFemale AdvocateGujaratFirstjusticelawNationalSupreme Court
Next Article