Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Salman Khan House Firing Update: 4 આરોપી પૈકી 1 આરોપીએ જેલમાં ભર્યું આ પગલું....

Salman Khan House Firing Update: સલમાન ખાન (Salman Khan) ના ધરે થયેલા ફાયરિંગ મામલે વધુ નવો વળાંક આવ્યો છે. સલમાન ખાન (Salman Khan) ના ઘર પર 14 એપ્રિલના રોજ અજાણ વ્યક્તિઓ દ્વારા વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવી હતી. જોકે આ...
salman khan house firing update  4 આરોપી પૈકી 1 આરોપીએ જેલમાં ભર્યું આ પગલું

Salman Khan House Firing Update: સલમાન ખાન (Salman Khan) ના ધરે થયેલા ફાયરિંગ મામલે વધુ નવો વળાંક આવ્યો છે. સલમાન ખાન (Salman Khan) ના ઘર પર 14 એપ્રિલના રોજ અજાણ વ્યક્તિઓ દ્વારા વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવી હતી. જોકે આ આરોપીઓને મુંબઈ પોલીસે (Mumbai Police) ગુજરાતના કચ્છ અને પંજાબમાંથી પકડી પાડ્યા હતા. ત્યાર બાદ આરોપીઓની (Mumbai Police) ધરપકડ કરીને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.

Advertisement

  • એક આરોપીઓ જેલમાં આત્મહત્યા કર્યાનો પ્રયાસ

  • સલમાન ખાનના ધર પર 5 રાઉન્ટ ફાયરિંગ કરાયું હતું

  • 4 આરોપીઓ લૉરેંસ બિશ્નોઈ ગેંગના મેમ્બર હતા

જોકે આ આરોપીઓને મુંબઈની સેન્ટ્રલ જેલ (Mumbai Central Jail) માં રાખવામાં આવ્યા હતા. ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપી અનુજ થાપને જેલમાં આત્મહત્યા (Suicide) કરવાની કોશિશ કરી હતી. તે ઉપરાંત આ આરોપીઓ પર મુંબઈ પોલીસ (Mumbai Police) IPC કલમ 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત FIR માં અન્ય 3 ધારાઓ પણ લાગુ કરવામાં આવી છે. જેમ કે IPC 506 (2), 115 અને 201 નો સમાવેશ થાય છે. તે ઉપરાંત પોલીસે (Mumbai Police) મકોકા એક્ટ પણ દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Delhi ની શાળાઓમાં બોમ્બનો ઈમેલ આવ્યો રશિયન ડોમેઈનથી, પોલીસ લેશે ઈન્ટરપોલની મદદ

Advertisement

સલમાન ખાનના ધર પર 5 રાઉન્ટ ફાયરિંગ કરાયું હતું

14 એપ્રિલની વહેલી સવારે Salman Khan ના ધર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. Salman Khan ના ધર પર 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ તમામ 5 ગોળીઓ ગેલેક્સી એપાર્ટમેન્ટની વિવિધ દિવાલો પર લાગી હતી. ત્યાર બાદ આરોપીઓ પોતાની બાઈક મુંબઈ (Mumbai Police) ના એક ચર્ચ પાસે છોડી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ તમામ આરોપીઓને તાત્કાલિક ધોરણે દેશના ખૂણે-ખૂણેથી શોધી કાઠવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Delhi ની શાળામાં બોમ્બ મળવાની વાત ‘Fake’!, જાણો હવે આગળ શું થશે…

4 આરોપીઓ લૉરેંસ બિશ્નોઈ ગેંગના મેમ્બર હતા

આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બે આરોપીઓ વિક્કી ગુપ્તા અને સાગર પાલને ગુજરાતના કચ્છમાંથી અને અનુજ થાપન અને સુભાષ ચંદ્રને પંજાબમાંથી પકડી પાડવામાં આવ્યા છે. તે ઉપરાંત આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલા હથિયારો સુરતની તાપી નદીમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ તમામ આરોપીઓ લૉરેંસ બિશ્નોઈ ગેંગના સહભાગી હતા, તે પણ મુંબઈ પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: DRDO : ભારતે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, નેવીને મળશે આ ઘાતક હથિયાર…

Tags :
Advertisement

.