Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WAQF BOARD ના અધિકારો પર લાગશે લગામ? BILL પાસ થયું તો દેશમાં...

મોદી સરકાર WAQF BOARD માં મોટા ફેરફારોની તૈયારી કરી રહી આવનારા એક બે દિવસમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે ભાજપ સરકાર વકફને નાબૂદ કરવા માંગે છે - AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી WAQF BOARD ને લઈને હવે મોટા...
05:31 PM Aug 04, 2024 IST | Harsh Bhatt

WAQF BOARD ને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતીના અનુસાર, મોદી સરકાર WAQF BOARD માં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સંસદમાં હાલમાં ચાલી રહેલા સત્રમાં તેના અંગે બિલ રજૂ કરવામાં આવી શકે છે. હવે આવનારા એક બે દિવસમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે. બાબત એમ છે કે, હાલમાં વક્ફ બોર્ડ પાસે અમર્યાદિત સત્તા છે. હવે તેના અધિકારો ઘટાડવાની તૈયારીઓ થઈ રહી છે. મોદી સરકારના આ નિર્ણયને લઈને અત્યારથી ઘણો વિવાદ શરૂ થઈ ગયો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સમગ્ર બાબત અંગે કહ્યું છે કે - 'ભાજપ સરકાર વકફને નાબૂદ કરવા માંગે છે.' ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

શું છે સમગ્ર મામલો?

હાલમાં WAQF BOARD કોઈપણ મિલકત પર દાવો કરી શકે છે. પરંતુ મળતી માહિતીના અનુસાર આ નવા બિલમાં સૂચિત સુધારા મુજબ, વક્ફ બોર્ડ દ્વારા મિલકતો પર કરવામાં આવેલા તમામ દાવાઓની ફરજિયાત ચકાસણી કરવી પડશે. વકફ બોર્ડ દ્વારા દાવો કરાયેલી મિલકતો માટે ફરજિયાત ચકાસણી પ્રક્રિયા પ્રસ્તાવિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુધારા માટેનું બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વક્ફ બોર્ડ 940,000 એકરમાં ફેલાયેલી અંદાજે 870,000 મિલકતોની દેખરેખ કરે છે.

'ભાજપ સરકાર WAQF BOARD ને નાબૂદ કરવા માંગે છે.' - AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી

ઉલ્લેખનીય છે કે,WAQF BOARD માં લગભગ 40 સુધારાની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ મુસ્લિમ ધર્મગુરુઓએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભાજપ સરકાર વકફને નાબૂદ કરવા માંગે છે. ઓવૈસીએ કહ્યું - 'સૌથી પ્રથમ, જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય, ત્યારે કેન્દ્ર સરકાર સંસદીય સર્વોપરિતા વિરુદ્ધ પગલાં લઈ શકે છે અને વિશેષાધિકારો તે સરકાર વિરુદ્ધ કામ કરી રહી છે અને મીડિયાને માહિતી આપી રહી છે અને સંસદને માહિતી નથી આપી રહી. હું કહી શકું છું કે આ પ્રસ્તાવિત સુધારા વિશે મીડિયામાં જે કંઈ પણ લખવામાં આવ્યું છે તે દર્શાવે છે કે મોદી સરકાર વકફ બોર્ડની સ્વાયત્તતા ખતમ કરવા માંગે છે અને તેમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. આ પોતે જ ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ છે.'

'તમે વકફ બોર્ડની સ્થાપના અને માળખામાં સુધારો કરશો તો વહીવટી અરાજકતા સર્જાશે' - AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી

તેમણે વધુમાં કહ્યું, 'બીજી વાત એ છે કે ભાજપ શરૂઆતથી જ આ બોર્ડ અને વક્ફ પ્રોપર્ટીની વિરુદ્ધ છે અને તેમની પાસે હિન્દુત્વનો એજન્ડા છે. હવે જો તમે વકફ બોર્ડની સ્થાપના અને માળખામાં સુધારો કરશો તો વહીવટી અરાજકતા સર્જાશે, વકફ બોર્ડની સ્વાયત્તતા છીનવાઈ જશે અને વકફ બોર્ડ પર સરકારનું નિયંત્રણ વધશે તો વકફની સ્વતંત્રતાને અસર થશે. મીડિયા રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ વિવાદિત પ્રોપર્ટી હશે તો આ લોકો કહેશે કે પ્રોપર્ટી વિવાદિત છે, અમે તેને હસ્તગત કરી લઈશું અને સર્વે થઈ ગયો છે. ભાજપ, મુખ્યમંત્રી દ્વારા સર્વે કરવામાં આવશે અને તેનું પરિણામ શું આવશે તે તમે જાણો છો. અમારી પાસે ભારતમાં આવી ઘણી દરગાહ છે, જ્યાં ભાજપ-આરએસએસ દાવો કરે છે કે તે દરગાહ અને મસ્જિદો નથી, તેથી કાર્યપાલિકા ન્યાયતંત્રની સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે.'

આ પણ વાંચો : 2029 માં પણ NDA ની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી PM બનશે, અમિત શાહે વિપક્ષ પર કર્યો પ્રહાર...

Tags :
aimim chief Asaduddin OwaisiAIMIM supremoAIMIMAGujarat Firstmodi govermentMuslimWAQF BOARD
Next Article