Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છેલ્લે EVM જ હાથમાં આવ્યું! કોંગ્રેસે હરિયાણા ચૂંટણી પરિણામોની તપાસ કરાવવાની માંગ કરી

હરિયાણામાં ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસમાં ચિંતા કોંગ્રેસના સિનિયર નેતાઓએ કરી ચૂંટણી પંચના કાર્યાલયની મુલાકાત હરિયાણાની 20 સીટો પર EVM સીલ કરવાની માંગણી કરી Haryana Assembly Elections Results : હરિયાણાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યાના એક દિવસ પછી, કોંગ્રેસના સિનિયર...
છેલ્લે evm જ હાથમાં આવ્યું  કોંગ્રેસે હરિયાણા ચૂંટણી પરિણામોની તપાસ કરાવવાની માંગ કરી
  • હરિયાણામાં ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસમાં ચિંતા
  • કોંગ્રેસના સિનિયર નેતાઓએ કરી ચૂંટણી પંચના કાર્યાલયની મુલાકાત
  • હરિયાણાની 20 સીટો પર EVM સીલ કરવાની માંગણી કરી

Haryana Assembly Elections Results : હરિયાણાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યાના એક દિવસ પછી, કોંગ્રેસના સિનિયર નેતાઓ (Congress leaders) કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, પવન ખેડા અને અજય માકન સાથે મળીને દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલય (Election Commission office) ની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે હરિયાણા ચૂંટણીના પરિણામોમાં મત ગણતરી (counting of votes) દરમિયાન ગેરરીતિઓની ફરિયાદ કરી છે. તેઓએ 20 સીટો પર EVM સીલ કરવાની માંગણી કરી છે.

Advertisement

કોંગ્રેસે વોટિંગ મશીનો સીલ કરવાની માંગ કરી

દિલ્હીમાં ભારતના ચૂંટણી પંચના કાર્યાલયની મુલાકાત લીધા બાદ કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું કે, પાર્ટીએ ચૂંટણી પંચને તે વોટિંગ મશીનો સીલ કરવાની માંગ કરી છે જેની સામે તેમણે ફરિયાદ નોંધાવી છે. 'અમે આગામી 48 કલાકમાં વધુ ફરિયાદો મોકલીશું.' તેમણે કહ્યું કે, તેમણે 20 મતવિસ્તારોમાં કથિત અનિયમિતતા સંબંધિત દસ્તાવેજો એકત્ર કર્યા છે અને તેમને મીડિયામાં જાહેર કરવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, 'અહીં વધુ 13 મતવિસ્તારો છે જેના માટે અમે ચૂંટણી પંચને સબમિટ કરવા માટે ડેટા એકત્રિત કરી રહ્યા છીએ. પાર્ટી તેની માંગણીઓ અંગે કમિશનના જવાબની રાહ જોઇ રહી છે. ચૂંટણી પંચે આજે કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં કોંગ્રેસના નેતાઓ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનોની નોંધ લીધી હતી, જેમણે હરિયાણાના ચૂંટણી પરિણામોને 'અનપેક્ષિત' ગણાવ્યા હતા અને સર્વેક્ષણનું વિશ્લેષણ કરવાની દરખાસ્ત કરી હતી.

Advertisement

હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાને શું કહ્યું?

ચૂંટણી પંચને મળ્યા બાદ હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાને કહ્યું કે, "અમે ચૂંટણી પંચ સમક્ષ તમામ મુદ્દાઓ મુક્યા છે કે કેવી રીતે EVM હેક થયા છે. મુખ્યમંત્રી નાયબ સૈનીએ પોતે કહ્યું હતું કે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે સરકાર બનાવીશું. શંકા છે કે જ્યારે આખો દિવસ બેટરીનો ઉપયોગ થાય છે, ત્યારે તેની ક્ષમતા ઓછી થવી જોઇએ, 99% ન હોઈ શકે. અમે ચૂંટણી પંચને આ વિષય પર અવગત કર્યા છે. અમે ઇચ્છી રહ્યા છીએ કે VVPAT (વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ) સ્લિપ EVM સાથે મેચ કરવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે."

આ પણ વાંચો:  Haryana : જીત બાદ BJP કેમ્પમાં હલચલ, કંઇક નવા જૂની થવાના એંધાણ...

Advertisement

Tags :
Advertisement

.