Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠાને લઈ VHP નો મેગા પ્લાન! 56 દેશના 10 કરોડ પરિવારોને આમંત્રણ

અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવને લઈ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં રહેતા ભારતીયોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના ભાગ બનવા...
12:35 PM Jan 15, 2024 IST | Vipul Sen

અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવને લઈ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં રહેતા ભારતીયોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના ભાગ બનવા માટે અને આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા મેગા પ્લાન બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત VHP 56 દેશોના 10 કરોડ પરિવારોને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રિત કરશે.

માહિતી મુજબ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) ભવ્યાતિવ્ય બનાવવા માટે મેગા પ્લાન બનાવવામાં આવ્યો છે. વિહિપ દ્વારા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વધુમાં વધુ લોકોને સામેલ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, વિહિપ દ્વારા 56 દેશોના 10 કરોડ પરિવારોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રિત કરવામાં આવશે. રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત થનારા આ તમામ લોકોને તેમના ઘર નજીકના મંદિરોમાં જઈને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ લાઈવ જોવાની અપીલ કરવામાં આવી છે.

રામજન્મભૂમિના મુખ્ય પૂજારીને સોંપાયા રામલ્લાના નવા વસ્ત્ર અને ધ્વજ

બીજી તરફ, અભિષેક પહેલાં, રામલ્લાના નવા વસ્ત્ર અને ધ્વજ રામજન્મભૂમિના (Ramjanmabhoomi) મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને સોંપવામાં આવ્યા હતા. આ વસ્ત્રો રામલ્લાને તેમના અભિષેક પછી પહેરવામાં આવશે. રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. ત્યારે 22 જાન્યુઆરી સુધી પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા દેશભરના તમામ મંદિરોમાં સાફ-સફાઈ અભિયાન શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે.

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકારણમાં ગરમાવો

જેમ જેમ રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેને લઈને રાજકારણ પણ વધી રહ્યું છે. કોંગ્રેસ, સપા, શિવસેના સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ ભાજપ અને આરએસએસ પર રામ મંદિરની પવિત્રતાનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ભાજપે આ આરોપોનો જવાબ આપતાં આ પક્ષોને સનાતન અને હિંદુ વિરોધી ગણાવ્યા છે.

આ પણ વાંચો - Indigo ફ્લાઈટ મોડી થવાથી પેસેન્જરે ફ્લાઈટની અંદર જ પાઈલટને માર્યો મુક્કો…

Tags :
AyodhyaChinaGujarat FirstGujarati Newspm narendra modiram mandirRam Mandir Pran Pratishtha MohotsavRamallaTaiwanVHPVishwa Hindu Parishad
Next Article