Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું Sachin Pilot નવી પાર્ટી બનાવશે? 11 તારીખે થઈ શકે છે મોટો ધડાકો

રાજસ્થાન કોંગ્રેસને મોટો આંચકો લાગી શકે છે. પાર્ટીના કદ્દાવર નેતા સચિન પાયલોટ કોંગ્રેસ છોડીને નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સુત્રો પાસેથી વિગત મળી રહેલી વિગત અનુસાર સચિન પાયલોટ 11 જુને પોતાની નવી પાર્ટીનું એલાન કરી શકે છે. આ સાથે...
03:33 PM Jun 06, 2023 IST | Viral Joshi

રાજસ્થાન કોંગ્રેસને મોટો આંચકો લાગી શકે છે. પાર્ટીના કદ્દાવર નેતા સચિન પાયલોટ કોંગ્રેસ છોડીને નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સુત્રો પાસેથી વિગત મળી રહેલી વિગત અનુસાર સચિન પાયલોટ 11 જુને પોતાની નવી પાર્ટીનું એલાન કરી શકે છે. આ સાથે જ તેઓ પોતાના આંદોલનને આગળ વધારવાની જાહેરાત પણ કરશે.

રાજસ્થાનમાં બે પાર્ટીનું થયું રજીસ્ટ્રેશન

રાજસ્થાનમાં બે પાર્ટીઓ નોંધાઈ છે તેમાં એક પાર્ટીનું નામ પ્રગતિશીલ કોંગ્રેસ અને બીજી રાજ જન સંઘર્ષ પાર્ટી છે. આ બંનેમાંથી કોઈ એકનું નામનું એલાન સચિન પાયલોટ કરી શકે છે.

નવા પક્ષ માટે તૈયારીઓ

મળતી માહિતી મુજબ પાયલટ આ મોટી જાહેરાત કરે તે પહેલા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. આંદોલનને આગળ લઈ જવા માટે નવા પક્ષના નામનો રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ આ રથ સાથે સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે. આ રથયાત્રાનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સચિન પાયલટનો પ્રવાસ મારવાડથી શરૂ થઈ શકે છે.

પોતાની સરકાર સામે જ પાયલટે બળવો પોકાર્યો છે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સચિન પાયલટે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક સામે જન સંઘર્ષ પદ યાત્રા પણ કાઢી હતી. તેઓ સતત ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઘેરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના વર્ષમાં કેન્દ્રીય નેતૃત્વ અશોક ગેહલોતને હટાવીને કોઈ જોખમ લેવા માગતું નથી. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ અહીં ફરી પોતાની સરકાર બનાવવાની આશા રાખી રહી છે.

11 જુને થઈ શકે છે ધડાકો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 11 જુને જયપુરમાં એક મોટી સભાનું આયોજન કરી શકે છે જેમાં તે પોતાની નવી પાર્ટીનું એલાન કરશે. તેવામાં તે જોવું રસપ્રદ રહેશે કે જો સચિન પાયલટ અલગ થશે તો તેની સાથે કોંગ્રેસના કેટલા ધારાસભ્યો જઈ શકે છે અને તેનાથી ગહેલોત સરકારની સ્ટેબિલિટી પર શું અસર થશે.

અનેકવાર દેખાયા છે બળવાના સુર

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ના જુલાઈ માસમાં સચિન પાયલટે બળવો પોકાર્યો હતો. જોકે મુખ્યમંત્રી અશોક ગહેલોતના કુશળ મેનેજમેન્ટથી સરકાર બચી ગઈ હતી હવે ચૂંટણીના વર્ષમાં જો પાયલટ એવું પગલું ભરે છે તો એવામાં જોવું રહેશે કે કેટલા ધારાસભ્યો તેમની સાથે જશે.

આ પણ વાંચો : NCB ને મળી મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CongressNew PartyPoliticsRajasthanSachin Pilot
Next Article