ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Rajasthan Congress: કોંગી નેતાઓએ રાજસ્થાનમાં ભાજપ પર કર્યા ધારદાર શાબ્દિક પ્રહાર

Rajasthan Congress: રાજસ્થાન (Rajasthan) ના જયપુરમાં પ્રચાર દરમિયાન Congress ના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર ધારદાર કટાક્ષ કર્યા છે. તેમણે જનસભાને સંબોધતા નિવેદન આપ્યું કે, PM Modi પોતાને મોહાન માનીને લોકતંત્રના...
04:27 PM Apr 06, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Rajasthan Congress

Rajasthan Congress: રાજસ્થાન (Rajasthan) ના જયપુરમાં પ્રચાર દરમિયાન Congress ના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર ધારદાર કટાક્ષ કર્યા છે. તેમણે જનસભાને સંબોધતા નિવેદન આપ્યું કે, PM Modi પોતાને મોહાન માનીને લોકતંત્રના મર્યાદાનું ચિરહરણ કરી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓને BJP માં જોડાવા માટે આહ્વાન આપવામાં આવી રહ્યું છે.

BJP પર પ્રહાર કરતા સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું કે અમે તાનાશાહી સામે મજબૂતાઈથી લડીશું. આજે દેશમાં ખાણી-પીણીથી લઈને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. જો ભારતમાં ગઠબંધન (INDIA Alliance) સરકાર બનશે તો Congress ચૂંટણી મેનિફેસ્ટોમાં આપેલા વચનોનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે.

પ્રિયંકા ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું

નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ કહ્યું કે અમે Manifesto નું નામ ન્યાય પત્ર રાખ્યું છે. આ ઘોષણપત્ર માત્ર મત મેળવીને હવામાં ઉડી જાય તેવુ નથી. આ ઘોષણાપત્ર ન્યાયની માંગ કરી રહ્યો છે. આજે દેશમાં બેરોજગારી ચરમસીમા પર છે. આપણે જાણીએ છીએ કે, હાલની સરકારે રોજગારીના નામે કેવી યોજનાઓ બહાર પાડી છે. તેનું ઉત્તમ ઉદાહર ભારતીય સેનામાં અગ્નિવીર જેવી યોજના બનાવી લોકોની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. તો દેશની આતંકરિ તમામ સરકારી પરીક્ષાઓમાં પેપર લીક થઈ રહ્યા છે.

તમારો મત લોકશાહી બચાવશેઃ પ્રિયંકા

પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ વધુમાં કહ્યું કે, તમે જે વોટ આપવાના છો તે દેશની લોકશાહી બચાવશે. તમે વિચારતા હશો કે આપણી લોકશાહી કેવી રીતે જોખમમાં છે. કારણ કે લોકશાહીને મજબૂત કરવા માટે જે મોટી સંસ્થાઓ બનાવવામાં આવી છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે, આજે સ્થિતિ એવી છે કે લોકોને EVM પર પણ વિશ્વાસ નથી.

આ પણ વાંચો: Amit Shah : ગાંધીનગરમાં આ તારીખે ઉમેદવારી પત્ર ભરશે ગૃહમંત્રી અમિત શાહ! પૂર્વ CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

આ પણ વાંચો: VADODARA : SSG ના સર્જિકલ ICU માં ઓક્સિજનનો પુરવઠો ખોરવાતા જીવ તાળવે ચોંટ્યા

આ પણ વાંચો: Ahmedabad : મતદાન જાગૃતિનો દીવો પ્રગટાવતો દિવ્યાંગ યુવાન જય ગાંગડિયા

Tags :
BJPElection 2024GujaratGujaratFirstLok-Sabha-electionNationalpm modipm narendra modiPriyanka Gandhirahul-gandhiRajasthanRajasthan CongressRajya SabhaSonia Gandhi