Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan : બાડમેરમાં એરફોર્સનું Fighter Plane ક્રેશ, જુઓ Video

બાડમેરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ રાજસ્થાનમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાયલોટ સુરક્ષિત બાડમેરમાં વિમાની દુર્ઘટના, પાયલોટનો બચાવ રાજસ્થાનમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, કોઈ જાનહાનિ નહીં MiG-29 crash in Barmer : રાજસ્થાનના બાડમેરથી એક મોટી દુર્ઘટના (major tragedy) ના સમાચાર સામે આવ્યા...
rajasthan   બાડમેરમાં એરફોર્સનું fighter plane ક્રેશ  જુઓ video
  • બાડમેરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ
  • રાજસ્થાનમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાયલોટ સુરક્ષિત
  • બાડમેરમાં વિમાની દુર્ઘટના, પાયલોટનો બચાવ
  • રાજસ્થાનમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, કોઈ જાનહાનિ નહીં

MiG-29 crash in Barmer : રાજસ્થાનના બાડમેરથી એક મોટી દુર્ઘટના (major tragedy) ના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, સોમવારે મોડી સાંજે ભારતીય વાયુસેના (Indian Air Force) નું એક મિગ ફાઇટર પ્લેન (MiG fighter plane) અહીં ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બાડમેરના બાંદ્રા પાસે સ્થિત ઉતરલાઈ એરબેઝ (Uttaralai Airbase) પાસે થઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં પાયલોટ (Pilot) પોતાનો જીવ બચાવવામાં સફળ થયો હતો.

Advertisement

બાડમેર વિમાન દુર્ઘટનાગ્રસ્ત

આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ક્રેશ થયા બાદ પ્લેનમાં જોરદાર આગ લાગી હતી જેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. ફાઈટર પ્લેન ક્રેશ (Fighter Plane Crash) ની માહિતી મળ્યા બાદ બાડમેરના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. વાયુસેનાએ પણ અકસ્માતની તપાસના આદેશ જારી કર્યા છે.

Advertisement

ટ્રેનિંગ દરમિયાન અકસ્માત થયો

દુર્ઘટના બાદ ભારતીય વાયુસેના દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. બાડમેર સેક્ટરમાં રાબેતા મુજબ રાત્રી તાલીમ ચાલી રહી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેનાના મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે વિમાનમાંથી બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જારી કરવામાં આવ્યા છે.

Advertisement

બાડમેરના પોલીસ અધિક્ષકે શું કહ્યું?

બાડમેરના પોલીસ અધિક્ષક નરેન્દ્ર મીણાએ જણાવ્યું કે મિગ-29 પ્લેન રાત્રે બાડમેરમાં ક્રેશ થયું હતું. આ ઘટના વસ્તીવાળા વિસ્તારથી દૂર બની હતી. પાયલોટ સુરક્ષિત છે. ઘટના સ્થળે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્લેનમાં ગંભીર ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થવાની સંભાવના છે. દુર્ગમ વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ અકસ્માત સ્થળે પહોંચી શકી ન હતી.

આ પણ વાંચો:  Kedarnath માં Mi-17 સાથે લટકાવાયેલું હેલિકોપ્ટર અચાનક...

Tags :
Advertisement

.