Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rains Update : જળમગ્ન બન્યા દેશના અનેક રાજ્યો, ભારે વરસાદથી રસ્તા અને અંડરપાસ પાણીમાં ગરકાવ

Rains Update : આજ રોજ દિલ્હીમાં ભારે વરસાદ (Heavy Rain) થવાના કારણે, અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા 29 ઓગસ્ટના રોજ દિલ્હી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે....
rains update   જળમગ્ન બન્યા દેશના અનેક રાજ્યો  ભારે વરસાદથી રસ્તા અને અંડરપાસ પાણીમાં ગરકાવ

Rains Update : આજ રોજ દિલ્હીમાં ભારે વરસાદ (Heavy Rain) થવાના કારણે, અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા 29 ઓગસ્ટના રોજ દિલ્હી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

Advertisement

દિલ્હી-NCRમાં આગામી દિવસોનું હવામાન

દિલ્હી-NCRમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ હવામાન ખરાબ રહેશે. આ વખતે ચોમાસાના કારણે ઓગસ્ટમાં દિલ્હીમાં ભારે વરસાદ (Heavy Rain) નોંધાયો છે. ભારે વરસાદને પગલે દિલ્હીના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ પણ વધી છે. 1લી ઓગસ્ટથી સતત વરસાદ પડવાની આ સ્થિતિ જળવાઈ રહી છે, જેના કારણે રાજધાનીનું મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બર સુધીમાં તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે, મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

Advertisement

ગુજરાતમાં વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયાં છે. આ વરસાદના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અલગ અલગ અકસ્માતોમાં 26 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યની સ્થિતિ પર નજર રાખી છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF, SDRF, આર્મી, એરફોર્સ, અને કોસ્ટ ગાર્ડ દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 17,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દ્વારકા, જામનગર, રાજકોટ, અને પોરબંદરમાં 200 મીમી વરસાદ નોંધાયો છે, અને IMD દ્વારા આગામી બે દિવસ સુધી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. NDRF ના ઇન્સ્પેક્ટર મનજીતે જણાવ્યું કે, "છેલ્લા 2 દિવસમાં દ્વારકામાં ભારે વરસાદ થયો છે. અહીં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અમારી ટીમે અત્યાર સુધીમાં 95 લોકોને બચાવ્યા છે."

Advertisement

વરસાદી પરિસ્થિતિ અન્ય રાજ્યોમાં

IMD દ્વારા પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવનારા દિવસોમાં લોકો માટે સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે વાવાઝોડા અને વરસાદની તીવ્રતા વધી શકે છે. આ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ લોકોને સલામતી રાખવાની અને કામ વિના ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  Today Weather Forecast : દેશના 15 રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ, IMD ની નવીનતમ ચેતવણી

Tags :
Advertisement

.