Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધીની જીભ કાપનારને રૂપિયા 11 લાખનું ઈનામ મળશે : સંજય ગાયકવાડ

સંજય ગાયકવાડના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો મહારાષ્ટ્રના ધારાસભ્યનો રાહુલ ગાંધી માટે કડક શાબ્દિક પ્રહાર રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખ ઇનામ: સંજય ગાયકવાડ Rahul Gandhi in Controversy : આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા...
રાહુલ ગાંધીની જીભ કાપનારને રૂપિયા 11 લાખનું ઈનામ મળશે   સંજય ગાયકવાડ
  • સંજય ગાયકવાડના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો
  • મહારાષ્ટ્રના ધારાસભ્યનો રાહુલ ગાંધી માટે કડક શાબ્દિક પ્રહાર
  • રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખ ઇનામ: સંજય ગાયકવાડ

Rahul Gandhi in Controversy : આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા અહીંનું રાજકારણમાં ગરમાવો ખૂબ જોવા મળી રહ્યો છે. ક્યારેક નેતાઓ વિપક્ષી નેતાઓને કઇંક એવું બોલી જતા હોય છે જે સૌ કોઇને ચોંકાવી દે છે. ભાષાની મર્યાદા આજના રાજકારણમાં દૂર દૂર સુધી જોવા મળી રહી નથી. તાજેતરમાં તેનું ઉત્તમ ઉદાહરણ મહારાષ્ટ્રના બુલઢાણાના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડે આપ્યું હતું. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પોતાનું નિવેદન આપ્યું હતું, જે ખૂબ વિવાદાસ્પદ છે. તેમણે કહ્યું કે, જે પણ રાહુલ ગાંધીની જીભ કાંપીને લાવશે, તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

Advertisement

સંજય ગાયકવાડે બીજું શું કહ્યું?

રાજનીતિમાં એકબીજા પર શાંબ્દિક બાણો થતા આપણે જોતા જ આવ્યા છીએ પણ ક્યારેક નેતાઓ કઇંક એવું બોલી જાય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. સંજય ગાયકવાડે અમેરિકામાં અનામત અંગેના નિવેદન પર રાહુલ ગાંધી (Rahul Gandhi) ની જીભ કાપનારને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ધારાસભ્ય ગાયકવાડે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર દલિતો અને આદિવાસીઓનું આરક્ષણ ખતમ કરવાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો છે. ગાયકવાડે કહ્યું કે, બાબાસાહેબ આંબેડકરે મહારાષ્ટ્ર અને દેશના પછાત અને દબાયેલા દલિતો, આદિવાસીઓ અને ઓબીસી લોકોને બંધારણમાં આરક્ષણ આપ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નિવેદન આપે છે કે તેઓ વિદેશ જઈને અનામત ખતમ કરવા માંગે છે.

Advertisement

ગાયકવાડે વધુમાં કહ્યું કે, આનો અર્થ એ થયો કે કોંગ્રેસે તેનો અસલી ચહેરો લોકોને બતાવી દીધો છે. તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. મોદી લોકસભા ચૂંટણી દરમિયાન બંધારણ બદલશે. આવી નકલી અને નકારાત્મક વાતો ફેલાવવામાં આવી હતી અને મત લેવામાં આવ્યા હતા. આજે તેઓ OBC, દલિત અને આદિવાસીઓ માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. ગાયકવાડે સ્પષ્ટ કહ્યું કે જે કોઈ તેમની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ.

કોંગ્રેસે પણ આકરી પ્રતિક્રિયા આપી

જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધેએ સંજય ગાયકવાડના નિવેદનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, 'સંજય ગાયકવાડ સમાજ અને રાજકારણમાં રહેવા માટે યોગ્ય નથી. અમે ઈચ્છીએ છીએ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ ગૌહત્યાને પ્રોત્સાહન આપવા બદલ કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસના એમએલસી ભાઈ જગતાપે પણ સંજય ગાયકવાડના નિવેદનની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે 'આવા લોકોએ રાજ્યના રાજકારણને બગાડ્યું છે.'

Advertisement

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતી વખતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અનામતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે દેશમાં જાતિના આધારે અનામત ક્યાં સુધી ચાલુ રહેશે? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ ત્યારે જ અનામત ખતમ કરવા વિશે વિચારશે જ્યારે દેશમાં નિષ્પક્ષતા હશે. અત્યારે દેશમાં આવી સ્થિતિ નથી.

આ પણ વાંચો:  ચૂંટણીમાં AAP અને Congress વચ્ચે અત્યાર સુધીની લડાઈમાં પરિણામ કેવું રહ્યું?

Tags :
Advertisement

.