Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rahul Gandhi Letter: રાહુલ ગાંધી વાયનાડના નાગરિકોને લખ્યો ભાવુક પત્ર, તમે મારું ઘર-પરિવાર....

Rahul Gandhi Letter: Congress ના દિગ્ગજ નેતા અને Raebareli ના સાંસદ Rahul Gandhi એ આજરોજ Wayanad ના નાગરિકોને એક ભાવુક પત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 માં Congress ના દિગ્ગજ નેતા Rahul Gandhi Wayanad અને Raebareli ની...
11:42 PM Jun 23, 2024 IST | Aviraj Bagda
Rahul Gandhi's emotional note for Wayanad When I faced abuse day after day...' Rahul Gandhi's emotional note for Wayanad When I faced abuse day after day...'

Rahul Gandhi Letter: Congress ના દિગ્ગજ નેતા અને Raebareli ના સાંસદ Rahul Gandhi એ આજરોજ Wayanad ના નાગરિકોને એક ભાવુક પત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 માં Congress ના દિગ્ગજ નેતા Rahul Gandhi Wayanad અને Raebareli ની લોકસભા બેઠકો પરથી સાંસદ બનીને ચૂંટાયા હતાં.

ત્યારે બંધારણના નિયમો અનુસાર સાંસદ Rahul Gandhi કોઈ પણ એક જ સંસદીય બેઠક પર સાંસદ પદ સંભાળી શકે છે. તેથી તેઓ Raebareli ના સાંસદ બનવાનું પસંદ કર્યું હતું. તો 2019 ની લોકસભા ચૂંટણીમાં તેઓ કેરળના Wayanad થી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. સાંસદ Rahul Gandhi એ સોશિયલ મીડિયા પર ભાવુક પત્રની પોસ્ટ કરી છે. તેમાં શરુઆતમાં લખવામાં આવ્યું છે કે, તમે મારું ઘર અને મારો પરિવાર છો.

મને અપાર પ્રેમ આપ્યો અને મને ગળે લગાડ્યો

સાંસદ Rahul Gandhi એ પત્રમાં આગળ લખ્યું કે, Wayanad ના પ્રિય બહેનો અને ભાઈઓ, તમે મારા માટે જે કર્યું છે તેના માટે તમારો આભાર કેવી રીતે વ્યક્ત કરુ તે સમજાતું નથી. મને જ્યારે તમારા પ્રેમ અને રક્ષાની જરુર હતી, ત્યારે તમે મારા પરિવારને બંને હંમેશા આપ્યું છે. ત્યારે હું હંમેશા તમારા પરિવાર માટે હાજર રહીશ. પહેલીવાર જ્યારે હું તમને મળવા આવ્યો ત્યારે તમારો સાથ માંગવા આવ્યો હતો. હું તમારા માટે અજાણ્યો હતો અને છતાં તમે મારા પર વિશ્વાસ કર્યો. તમે મને અપાર પ્રેમ આપ્યો અને મને ગળે લગાડ્યો.

તમારા બિનશરતી પ્રેમે મારી રક્ષા કરી હતી

સાંસદ Rahul Gandhi એ પત્રમાં આગળ લખ્યું,તમે કયા રાજકીય પક્ષને સમર્થન આપો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે કયા સમુદાયના છો અથવા તમે કયા ધર્મને અનુસરો છો અથવા તમે કઈ ભાષા બોલો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે મને દિવસેને દિવસે દુર્વ્યવહારનો સામનો કરવો પડતો હતો, ત્યારે તમારા બિનશરતી પ્રેમે મારી રક્ષા કરી હતી. તમે લોકો મારું આશ્રય, મારું ઘર અને મારો પરિવાર હતા. મને એક ક્ષણ માટે પણ એવું લાગ્યું નથી કે તમે મારા પર શંકા કરો છો.

આ પણ વાંચો: Pune : ફોર્ચ્યુનરની ટક્કરમાં બાઇક સવારનું મોત, NCP ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ…

Tags :
CongressEmotional LetterGujarat FirstletterNationalRaebareliRahul Gandhi Letterrahul-gandhiWayanad
Next Article