Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh માં પત્રકારનો મૃતદેહ તળાવમાંથી મળ્યો, મોત પહેલા બે....

Bangladesh માં મહિલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો Sarah Rahanuma એ મોત પહેલા ફેસબુક પર બે પોસ્ટ કરી Bangladesh માં અભિવ્યક્તિની આઝાદી પર વધુ ઘાતક હુમલો થયો Sarah Rahanuma પોતાના પતિથી અલગ થવા માગતી હતી Bangladeshi Journalist’s dead :  હાલમાં,...
bangladesh માં પત્રકારનો મૃતદેહ તળાવમાંથી મળ્યો  મોત પહેલા બે
  • Bangladesh માં મહિલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો

  • Sarah Rahanuma એ મોત પહેલા ફેસબુક પર બે પોસ્ટ કરી

  • Bangladesh માં અભિવ્યક્તિની આઝાદી પર વધુ ઘાતક હુમલો થયો

  • Sarah Rahanuma પોતાના પતિથી અલગ થવા માગતી હતી

Bangladeshi Journalist’s dead :  હાલમાં, Bangladesh હિંસાના આગમાં ભભૂકી રહ્યું છે. સરકારના પાયા ઉઘાડી ફેંકવામાં આવ્યા છે. તે ઉપરાંત Bangladesh ની પ્રધાનમંત્રી શેખ હસીના પણ Bangladesh છોડીને ભારતમાં શરણાર્થી બનીને આવ્યા છે. જોકે હાલ, Bangladesh માં સૈન્ય સાશન ચાલી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે આજે પણ અનેક માસૂમોની હત્યા થઈ રહી છે. ત્યારે વધુ એક ચોંકાવનારો મૃતદેહ મળી આવ્યો છે.

Advertisement

Bangladesh માં મહિલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો

આ મૃતદેહ Bangladesh માં આવેલા Hatirjheel Lake પાસેથી મળી આવ્યો છે. આ મૃચદેહ એક મહિલા પત્રકારનો છે. આ મહિલા પત્રકારનું નામ Sarah Rahanuma છે. Sarah Rahanuma એ પત્રકાર તરીકે એક બંગાળી ભાષમાં કાર્યરત News Channel માં કામ કરતી હતી. તે News Channel ની અંદર Newsroom Aditor તરીકે કાર્યરત હતી. જોકે Sarah Rahanuma ના મૃતદેહને તળાવમાં પડેલો જોયો હતો. ત્યારે તળાવની નજીકથી પસાર થઈ રહેલા વ્યક્તિએ તેની પાણીમાંથી બહાર નીકાળ્યો હતો.

આ પણ વાંચો: Kolkata case : ઘટના બાદ ટોળું લાશ સુધી કેવી રીતે પહોંચ્યું? CBI તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Advertisement

Sarah Rahanuma એ મોત પહેલા ફેસબુક પર બે પોસ્ટ કરી

જોકે Sarah Rahanuma એ પોતાની મોત પહેલા ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, તેમાં બે રહસ્યમય વ્યક્તિઓને ટેગ કરવામાં આવ્યા હતાં. તેમાંથી એક વ્યક્તિનું નામ ફહીમ ફૈસલ હતું. પહેલી પોસ્ટમાં Sarah Rahanuma એ લખ્યું હતું કે, મૃત્યુ સાથે જોડાયેલા સંબંધ કરતા મરી જાવું સારું રહેશે. તો બીજી પોસ્ટમાં Sarah Rahanuma એ ફહીમ ફૈસલ સાથે તેનો ફોટોને શેર કર્યો હતો. Sarah Rahanuma એ લખ્યું હતું કે, તમારા જેવો મિત્ર હોવું ગર્વની વાત છે. ભગવાન તમારું હંમેશા સારું કરે. આશા છે કે, તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. મને ખબર છે કે, આપણી પાસે અનેક યોજનાઓ છે. પરંતુ આ યોજનાઓને પૂર્ણ કરી શકીશ નહીં.

Advertisement

Bangladesh માં અભિવ્યક્તિની આઝાદી પર વધુ ઘાતક હુમલો થયો

ત્યારબાદ ફહીમ ફૈસલે આ પોસ્ટનો રિપ્લાઈ આપતા Sarah Rahanuma ને જણાવ્યું હતું કે, પોતાની જાતને કોઈપણ પ્રકારનું નુકસાન ના પહોંચાડે. તમે સૌથી સારા મારા મિત્ર છો. આ દોસ્તીને નુકસાના ના પહોંચાડો. પોતાને નુકસાન ના પહોંચાડો. તે ઉપરાંત Sarah Rahanuma ની મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. તે ઉપરાંત Bangladesh ની પ્રધાનમંત્ર શેખ હસીનાના પુત્રએ સજીબ વાજેદે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, Bangladesh માં અભિવ્યક્તિની આઝાદી પર વધુ ઘાતક હુમલો થયો.

Sarah Rahanuma પોતાના પતિથી અલગ થવા માગતી હતી

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, Sarah Rahanuma ના પતિ સૈયદ શુબ્રોએ જણાવ્યું કે ઘટનાના દિવસે તે રાત્રે કામ પરથી પાછી આવી ન હતી. તેને સવારે 3 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી કે તેણે Hatirjheel Lake માં ઝંપલાવ્યું હતું. શુભ્રોએ એ પણ જણાવ્યું કે Sarah Rahanuma થોડા સમય માટે તેનાથી અલગ થવા માંગતી હતી. દંપતીએ કાઝી ઓફિસમાં જઈને છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી હતી, પરંતુ Bangladesh માં અશાંતિ પછીની પરિસ્થિતિને કારણે તેઓ તેમ કરી શક્યા ન હતાં.

આ પણ વાંચો: ચંપાઈ સોરેને JMM ના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે

Tags :
Advertisement

.