Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Punjab Tractor Accident: ગેરકાયદેસર રીતે આયોજિત Tractor Race માં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જુઓ વીડિયો

Punjab Tractor Accident: Punjab ના કપૂરથલા જિલ્લાના ફગવાડામાં આજરોજ ગેરકાયદેસર રીતે Tractor Race નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આવી Tractor Race અવાર-નવાર Punjab ના અનેક વિસ્તારોમાં જોવા મળતી હોય છે. તો અનેક વખત આવી Tractor Race ને કારણે સામાન્ય...
punjab tractor accident  ગેરકાયદેસર રીતે આયોજિત tractor race માં ગમખ્વાર અકસ્માત સર્જાયો  જુઓ વીડિયો

Punjab Tractor Accident: Punjab ના કપૂરથલા જિલ્લાના ફગવાડામાં આજરોજ ગેરકાયદેસર રીતે Tractor Race નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આવી Tractor Race અવાર-નવાર Punjab ના અનેક વિસ્તારોમાં જોવા મળતી હોય છે. તો અનેક વખત આવી Tractor Race ને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

Advertisement

  • ફગવાડામાં આયોજિત Tractor Race માં એક ગંભીર Accident થયો

  • વહીવટીતંત્રના નીચે આવી ખતરનાક ઘટના કેવી રીતે બની?

  • ત્રણ ટ્રેક્ટર અને 4 લોકોની અટકાયત કરી કેસ નોંધ્યો છે

તો આ વખતે Punjab ના કપૂરથલા જિલ્લાના ફગવાડામાં આયોજિત Tractor Race માં એક ગંભીર Accident થયો હતો. આ Accident નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો સંપૂર્ણ ઘટના ફગવાડાના ડુમેલી ગામમાં બની હતી. જોકે આ ઘટનામાં બે Tractor પૈકી એક ટ્રેક્ટર પરથી ચાલકે સંતલુન ગુમાવ્યું હતું. તેના કારણે એક ગંભીર Accident સર્જાયો હતો. તે ઉપરાંત આ અસંતુલિત ટ્રેક્ટર ઘટનાસ્થળ પર અનેક લોકો પર ફરી વળ્યું હતું.

વહીવટીતંત્રના નીચે આવી ખતરનાક ઘટના કેવી રીતે બની?

Advertisement

ત્યારે આ ગમખ્વર Accident માં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેથી તાત્કાલિક ધોરણે તમામ ઘાયલોને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ફગવાડા પ્રશાસન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. દરેકના મનમાં સવાલ એ છે કે આ ખતરનાક ડેથ ગેમ પર પ્રતિબંધ હોવા છતાં આ ઈવેન્ટનું આયોજન કરવાની પરવાનગી કોણે અને શા માટે આપી. પ્રશ્ન એ પણ છે કે જો વહીવટીતંત્રે તેની પરવાનગી ન આપી તો વહીવટીતંત્રના નીચે આવી ખતરનાક ઘટના કેવી રીતે બની?

ત્રણ ટ્રેક્ટર અને 4 લોકોની અટકાયત કરી કેસ નોંધ્યો છે

ઈજાગ્રસ્ત ગુરપ્રીત સિંહે જણાવ્યું કે રેસ દરમિયાન એક ટ્રેક્ટર બેકાબુ થઈ ગયું અને તેની તરફ આવ્યું અને 5 થી 10 લોકોને કચડી નાખ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. ઘાયલ રતન સિંહે જણાવ્યું કે એક ટ્રેક્ટર બેકાબૂ થઈને તેની તરફ આવી ગયું. આ પછી તે અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફગવાડા પોલીસના ડીએસપી જસપ્રીત સિંહે કહ્યું કે Tractor Race ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી છે. પોલીસે ત્રણ ટ્રેક્ટર અને 4 લોકોની અટકાયત કરી કેસ નોંધ્યો છે. Tractor Race સંપૂર્ણપણે ગેરકાયદે છે. આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: West Bengal : BJP ના કેન્દ્રીય કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળી, ગભરાટનો માહોલ ફેલાયો…

Tags :
Advertisement

.