ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pune Accident: ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત,CM ફડણવીસે દુ:ખ વ્યક્ત કર્યુ

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત પુણે-નાસિક હાઈવેના નારાયણગાંવમાં બની ઘટના ઘાયલ 7 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાનું દુ:ખ વ્યક્ત કર્યુ મૃતકોના પરિજવારનોને 5-5 લાખ સહાય જાહેર Pune Road Accident: મહારાષ્ટ્રના પૂણેના નારાયણગાંવ વિસ્તારમાં શુક્રવારે...
05:05 PM Jan 17, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
PuneAccident

Pune Road Accident: મહારાષ્ટ્રના પૂણેના નારાયણગાંવ વિસ્તારમાં શુક્રવારે લગભગ સવારે પુણે-નાસિક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત (Pune Road Accident)સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ મિની વાનને પાછળથી ટક્કર મારી હતી.ત્યારબાદ મિની વાન ત્યાં ઊભેલી એક બસ સાથે અથડાઈ ગઈ.ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં 9 લોકોના મોત

જણાવી દઈએ કે,દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા.મૃતકોમાં ચાર મહિલાઓ,ચાર પુરુષ અને એક બાળક સામેલ છે.જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે.

આ પણ  વાંચો -Viral Video: શ્યામ રંગ,સુંદર આંખો...મહાકુંભમાં વાયરલ આ સુંદર છોકરી!

મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM DEVENDRA FADNAVIS)આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.તેમણે દરેક મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી ફડણવીસે 'X' પર પોસ્ટમાં કહ્યું કે પુણે-નાસિક હાઈવે પર નારાયણગાંવ નજીક એક દુર્ઘટનામાં 9 લોકોના મોતની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે.હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું.અમે તેમના પરિવારોના દુઃખમાં સામેલ છીએ.

આ પણ  વાંચો -ભત્રીજીની અંગત તસ્વીરોના નામે કાકા કરતા હતા યુવતીને બ્લેકમેલ, હોટલના રૂમમાં બોલાવી અને...

ગુરુવારે પણ અકસ્માત થયો હતો

ગયા ગુરુવારે પણ પુણેથી અકસ્માતના એક મોટા સમાચાર આવ્યા.અહીં શિકરાપુર ચાકણ હાઇવે પર એક અનિયંત્રિત ટ્રેલરે ખૂબ જ ઝડપે લગભગ 12 થી 15 વાહનોને ટક્કર મારી.આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.ટ્રેલર અથડાયા બાદ ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું.

Tags :
cm devendra fadnavisGujarat FirstHiren daveMaharashtra accident 9 deadOnionSackPune accident 9 DeadPune Road Accidentpune truck hits carPuneAccidentPuneNewsTrafficIncidentVehicleCollision