મની લોન્ડરિંગ કેસમાં પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધશે? ED ની ચાર્જશીટમાં પ્રથમ વખત સામે આવ્યું નામ
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. મની લોન્ડરિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની ચાર્જશીટમાં પ્રથમ વખત પ્રિયંકા ગાંધીનું નામનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું નથી.
અહેવાલ અનુસાર, જમીન ખરીદીના આરોપીઓ સાથેના સંબંધના સંદર્ભમાં ઇડીની ચાર્જશીટમાં પ્રિયંકાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં પ્રિયંકા સાથે તેમના પતિ રૉબર્ટ વાડ્રાના નામનો પણ ઉલ્લેખ છે. ઈડીની ચાર્જશીટ મુજબ, સંજય ભંડારીના એક કથિત સાથી સીસી થમ્પીએ દિલ્હી-એનસીઆરના રિયલ એસ્ટેટ એજન્ટ એચએલ પાહવાના માધ્યમથી સાલ 2005થી 2008 સુધી હરિયાણાના ફરિદાબાદ જિલ્લાના ગામ અમીપુરમાં ઘણીવાર જમીનો ખરીદી હતી. રૉબર્ડ વાડ્રાએ 2005-2006 સુધી એચએલ પાહવાથી અમીપુરમાં 334 કનાલ (40.08 એકર) જમીનના 3 ટુકડા ખરીદ્યા હતા અને ડિસેમ્બર 2010માં તે જમીનને એચએલ પાહવાને જ વેચી દીધી હતી.
ચાર્જશીટ મુજબ, રૉબર્ડ વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાએ એપ્રિલ 2006માં એચએલ પાહવાથી અમીપુર ગામમાં 40 કનાલ (5 એકર) કૃષિ જમીન ખરીદી હતી. ફરવરી, 2010માં એ જ જમીનને એચએલ પાહવાને જ ફરી વેચી દીધી હતી. દરમિયાન, પાહવાને જમીન સંપાદન માટે રોકડ મળી હતી. ઇડીએ આરોપ લગાવ્યો કે, રૉબર્ડ વાડ્રાએ વેચાણની સંપૂર્ણ મૂડી પાહવાને આપી નહોતી અને રોકડના ડાઇવર્ઝન અને મની લોન્ડરિંગ માટે આવું કરવામાં આવ્યું હતું. જો કે, આ મામલે હાલ પણ તપાસ ચાલુ છે. ઇડીનો દાવો છે કે થમ્પી અને વાડ્રા છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે મળીને કામ કરે છે. સીસી થમ્પી પર હથિયારોના વેપારી સંજય ભંડારીને સમર્થન કરવાનો અને બ્રિટનમાં કાળું નાણું છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે.
આ પણ વાંચો - દેશભરમાં કોરોનાનો કેર! નવા 702 કેસ નોંધાયા, 24 કલાકમાં 6 લોકોના મોત