Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDA ની હેટ્રિક બાદ દિલ્હી ભાજપ કાર્યાલાયમાં જીતનો જશ્ન, PM Modi કાર્યાકારોને સંબોધશે

Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024 ના મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે NDA ની બહુમતી સાથે ભાજપ અને નરેન્દ્ર મોદી ફરી એકવાર કેન્દ્ર સરકારીની કમાન સંભાળશે. ત્યારે અભુપૂર્વ જીતી ઉજવણી અને દેશી જનતાનો આભાર વ્યક્ત કરવા...
nda ની હેટ્રિક બાદ દિલ્હી ભાજપ કાર્યાલાયમાં જીતનો જશ્ન  pm modi કાર્યાકારોને સંબોધશે

Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024 ના મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે NDA ની બહુમતી સાથે ભાજપ અને નરેન્દ્ર મોદી ફરી એકવાર કેન્દ્ર સરકારીની કમાન સંભાળશે. ત્યારે અભુપૂર્વ જીતી ઉજવણી અને દેશી જનતાનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હીમાં આવેલા ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.

Advertisement

તો દિલ્હી ભાજપ કાર્યાલયમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદની શરુઆત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ J P Nadda ના સંબોધનથી કરવામાં આવી હતી. તો ત્યારે  J P Nadda એ જણાવ્યું હતું કે, દેશમાં ફરી એકવાર કોઈ NDA Alliance દ્વારા જનતાનો વિશ્વાસ જીતવામાં આવ્યો છે. તેનું મુખ્ય કારણ PM Modi ના નેતૃત્વ હેઠળ ભારત વિકસિત દેશોની હરોળમાં આવી રહ્યો છે.

તો PM Modi એ કાર્યક્રમની શરૂઆતમાં લોકતંત્રના પાવન પર્વ Lok Sabha Election 2024 માં Voting કરવા બદલ દરેક Voters ઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે PM Modi એ કાર્યાકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, BJP અને NDA ની જીત એ વિશ્વસના સૌથી મોટા લોકતંત્રની જીત છે.  આ જીત વિકસિત ભારતના સ્વપ્નની જીત છે. તો સબકા સાથ, સબકા વિકાસની જીત, આ જીત 140 કરોડ વ્યક્તિઓની જીત છે. તે ઉપરાંત હું Indian Election Commission નો પણ દિલથી આભાર વ્યક્ત કરુ છું.

Advertisement

તે ઉપરાંત PM Modi એ વધુમાં જણાવ્યું કે, વર્ષ 1965 બાદ પહેલીવાર કોઈ પાર્ટી દેશમાં સતત ત્રીજીવાર સત્તા બનાવવામાં સફળ રહી છે.  તો દેશમાં પ્રથમવાર કેરળની અંદર BJP દ્વારા લોકસભા બેઠક પર જીત હાંસલ કરીને ઈતિહાસ રચવામાં આવ્યો છે. તે ઉપરાંત Himachal અને Madhya Pradesh માં NDA ના નેતૃત્વ હેઠળ BJP દ્વારા ક્લીન સ્વીપ કરવામાં આવી છે. તો બિહારમાં નીતિશ કુમારની પાર્ટી JDU સાથે મળીને NDA પાર્ટી બહુમતી સાથે જીત મેળવી છે. તે ઉપરાંત ચંદ્રબાબુ નાયડૂ TDP પાર્ટી NDA સાથે જોડાઈને કેન્દ્ર સરકાર બનાવવામાં સફળ રહી છે.

PM Modi એ વધુમાં જણાવ્યું કે, તો આ ઐતિહાસિક ક્ષણ મારા માટે પણ અતિભાવૂક છે. કારણ કે.... મારી માતાના નિધન બાદ મારી આ પ્રથમ લોકસભા ચૂંટણી છે. તો આ વખતે મહિલા મતદાતોઓ પણ રેકોર્ડ તૂટતા જોવા મળ્યા છે. કારણ કે... ભારતની મહિલાઓ માટે અને મહિલા સશક્તિકરણમાં માટે ભાજપ સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

Advertisement

લેખન કાર્યરત...

Tags :
Advertisement

.