ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Civil Services Day 2025 નિમિત્તે વડાપ્રધાન મોદીએ આપ્યો મંત્ર 'નાગરિક દેવો ભવઃ'

Civil Services Day 2025 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ પોતાના સંબોધન દરમિયાન સિવિલ સર્વિસીઝ ઓફિસર્સને 'નાગરિક દેવો ભવઃ' મંત્ર આપ્યો છે. વાંચો વિગતવાર.
02:03 PM Apr 21, 2025 IST | Hardik Prajapati
Civil Services Day 2025 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ પોતાના સંબોધન દરમિયાન સિવિલ સર્વિસીઝ ઓફિસર્સને 'નાગરિક દેવો ભવઃ' મંત્ર આપ્યો છે. વાંચો વિગતવાર.
featuredImage featuredImage
Civil Services Day 2025 Gujarat First

 

New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ Civil Services Day 2025 નિમિત્તે દેશના સિવિલ સર્વિસીઝ ઓફિસર્સને સંબોધ્યા છે. તેમણે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં કહ્યું કે, 10 વર્ષમાં સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટ્યું છે. તેમણે દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ભાર આપતા જણાવ્યું કે, સિવિલ સર્વિસીઝ ઓફિસર્સ દેશને વહેલી તકે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ખૂબ કામ કરવું પડશે.

આ વર્ષની થીમ-'ભારતનો સર્વાંગી વિકાસ'

દર વર્ષે Civil Services Day વિશિષ્ટ થીમ પર ઉજવવામાં આવે છે. Civil Services Day 2025ની થીમ છે 'ભારતનો સર્વાંગી વિકાસ'. Prime Minister Narendra Modi એ આ થીમ વિશે વાત કરતા જણાવ્યું કે, આ ફક્ત એક થીમ નથી પણ એક વચન છે. તેમણે સનદી કર્મચારીઓને 'નો વિલેજ લેફ્ટ બિહાઈન્ડ, નો ફેમિલી લેફ્ટ બિહાઈન્ડ, નો સિટિઝન લેફ્ટ બિહાઈન્ડ'નો મંત્ર આપ્યો છે. ઉપરાંત, દરેક ગામ સુધી ડિજિટલ અર્થતંત્રના લાભો પહોંચાડવા પર ભાર મૂકયો છે. વડાપ્રધાને રાજકોટ, તિનસુકિયા, કોરાપુટ જેવા વિસ્તારોમાં થયેલા ફેરફારો માટે અધિકારીઓની પ્રશંસા કરી.

નાગરિક દેવો ભવઃ

Prime Minister Narendra Modi એ કહ્યું કે, આપણે ટેકનોલોજીની શક્તિ સાથે આગળ વધવું પડશે. 10 વર્ષમાં 4 કરોડ ઘરો બનાવવામાં આવ્યા, હવે આપણી પાસે 3 કરોડ નવા ઘરો બનાવવાનું લક્ષ્ય છે. માત્ર 5થી 6 વર્ષમાં 12 કરોડ ઘરોને નળના કનેક્શન અપાયા છે. હવે આપણે દરેક ઘરને નળ જળ યોજના સાથે જોડવું છે. વડાપ્રધાને અધિકારીઓને કહ્યું કે ઝડપથી બદલાતી ટેકનોલોજીના આ યુગમાં પણ તેમણે માનવતા અને સંવેદનશીલતા ન ભૂલવી જોઈએ. ગરીબોનો અવાજ સાંભળવો જોઈએ, તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ અને 'નાગરિક દેવો ભવઃ' (Nagarik Devo Bhava-નાગરિક ભગવાન છે) ના મંત્ર સાથે આગળ વધવું જોઈએ.

આ પણ વાંચોઃ  Landslide in J&K : ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત, સરકાર સતત સંપર્કમાં

છેલ્લા 10 વર્ષમાં ભારતનો વિકાસ

સિવિલ સર્વિસ ડેની આ વર્ષની થીમ છે 'ભારતનો સર્વાંગી વિકાસ'. આ દિવસ પર વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં, ભારતે પ્રભાવશાળી પરિવર્તનની સફર જોઈ છે. અમે ટેકનોલોજી અને નવીનતા દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેના અંતરને દૂર કરી રહ્યા છીએ. તેની અસર ગ્રામીણ અને શહેરી વિસ્તારો તેમજ દૂરના વિસ્તારોમાં દેખાય છે. બિહારના ભાગલપુરના જગદીશપુર બ્લોક, જમ્મુ અને કાશ્મીરના મારવા બ્લોક, ઝારખંડના ગિરિડીહ બ્લોકની કેટલીક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે સાચા ઈરાદાથી દૂરના વિસ્તારોમાં પણ પરિવર્તન શક્ય છે.

G20ની સફળતા

Prime Minister Narendra Modi એ પોતાના સંબોધનમાં G20ની સફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, G20 દરમિયાન 60 થી વધુ શહેરોમાં 200 થી વધુ બેઠકો યોજાઈ હતી. દુનિયાએ સ્વીકાર્યું કે ભારત ફક્ત G20 માં ભાગ લઈ રહ્યું નથી પરંતુ તેનું નેતૃત્વ પણ કરી રહ્યું છે. તેમે કહ્યું કે, જ્યારે અમે આ કામ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક ખૂણામાં વિરોધના અવાજો સંભળાતા હતા, ઘણા લોકો કહેતા હતા કે આજ સુધી આવું થયું નથી, તમે આવું કેમ કરી રહ્યા છો, પણ આપણે તે કરી બતાવ્યું.

આ પણ વાંચોઃ  અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસનું ભારતમાં આગમન, PM મોદી સાથે લેશે ડિનર

Tags :
Civil Services Day 2025development of IndiaDigital economy IndiaGujarat FirstGUJARAT FIRST NEWSIndian Civil ServicesNagarik Devo BhavaNo village left behindPrime Minister Narendra Modithird largest economyVigyan Bhawan