ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Poonch Terrorist Attack: પૂંછમાં થયેલા ભારતીય સૈનિકો પર હુમલાને લઈ 6 લોકોની અટકાયત કરાઈ

Poonch Terrorist Attack: ભારતીય સુરક્ષા દળોએ પૂંછ આતંકી હુમલા (Poonch Terrorist Attack) ના સંબંધમાં 6 લોકોની અટકાયત કરી હતી. જેમાં ભારતીય વાયુસેના (IAF) નો એક જવાન શહીદ થયો હતો. અટકાયત કરાયેલા પૈકી એકની ઓળખ મોહમ્મદ રઝાક તરીકે કરવામાં આવી છે....
12:01 AM May 06, 2024 IST | Aviraj Bagda
Poonch Terrorist Attack

Poonch Terrorist Attack: ભારતીય સુરક્ષા દળોએ પૂંછ આતંકી હુમલા (Poonch Terrorist Attack) ના સંબંધમાં 6 લોકોની અટકાયત કરી હતી. જેમાં ભારતીય વાયુસેના (IAF) નો એક જવાન શહીદ થયો હતો. અટકાયત કરાયેલા પૈકી એકની ઓળખ મોહમ્મદ રઝાક તરીકે કરવામાં આવી છે. જેમણે આતંકવાદી (Terrorist Attack) ઓને ખોરાક અને લોજિસ્ટિક સહાય પૂરી પાડી હોવાનું માનવામાં આવે છે.

અબ્દુલ રઝાક, 35 વર્ષીય મેસન, લશ્કર-એ-તૈયબા (LeT) માટે ઓવર-ગ્રાઉન્ડ ઓપરેટિવ તરીકે કામ કરે છે. બે દિવસ પહેલા તેણે સિનાઈ પાસેના પોતાના ઘરે પાકિસ્તાની આતંકવાદી (Terrorist Attack) ઓને રાખ્યા હતા. અગાઉ વિવિધ આતંકવાદી જૂથો (Terrorist Attack) ને સામગ્રી સહાય પૂરી પાડવામાં તેની સંડોવણી હોવાના અહેવાલો (Poonch Terrorist Attack) સામે આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે આ પ્રવૃત્તિઓની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: Poonch Attack : સુરક્ષા દળોએ 6 સ્થાનિક લોકોની કરી અટકાયત, હુમલામાં હાથ હોવાની શંકા…

સુરક્ષાકર્મીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ભારતીય વાયુસેના (Indian Air Force) ના કાફલા પર આતંકી હુમલા બાદ સુરક્ષાકર્મીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે ત્યારે આ ઘટના બની છે. સમગ્ર વિસ્તારની હવાઈ દેખરેખ વચ્ચે સુરક્ષા દળોએ ચેકપોઇન્ટ્સ ઉભી કરી છે. ભારતીય વાયુસેના (Indian Air Force) એ તેના કોર્પોરલ વિકી પહાડેની શહાદત પર શોક વ્યક્ત કર્યો હતો. જેમણે 4 મેની સાંજે થયેલા હુમલા (Poonch Terrorist Attack) માં પોતાનો દેહ દેશને સોંપ્યો હતો.

આ પણ વાંચો: Update : Jammu and Kashmir માં એરફોર્સના વાહન પર આતંકી હુમલામાં એક જવાન શહિદ, ચાર ઘાયલ

ઇજાગ્રસ્ત સૈનિકો પૈકી એકનું મૃત્યુ થયું હતું

ભારતીય સેનાના વધારાના દળો શનિવારે મોડી રાત્રે પૂંછ (Poonch Terrorist Attack) માં જરા વાલી ગલી (JWG) પહોંચ્યા હતા. પુંછ સેક્ટ (Poonch Terrorist Attack) રના સનાઈ ગામમાં ઓચિંતો હુમલો કર્યા બાદ ઘાયલ જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ઇજાગ્રસ્ત સૈનિકો પૈકી એકનું મૃત્યુ થયું હતું. હુમલા પછી તરત જ સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે સૈન્ય અને પોલીસ સાથે મળીને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: Jammu & Kashmir : પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક સૈનિકો ઘાયલ થવાની આશંકા

Tags :
ArmyGujarat FirstIndian Air ForceIndian soldierIndian-ArmyNationalPoonch Terroristpoonch terrorist attackterroristTerrorist attack
Next Article