Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi To Pak PM: સતત બીજી વાર Shehbaz Sharif પાકિસ્તાનના પીએમ બન્યા

PM Modi To Pak PM: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શેહબાઝ શરીફ (Shehbaz Sharif) ને બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન (Pakistan Prime Minister) બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. PM Modi એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને...
pm modi to pak pm  સતત બીજી વાર shehbaz sharif પાકિસ્તાનના પીએમ બન્યા

PM Modi To Pak PM: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શેહબાઝ શરીફ (Shehbaz Sharif) ને બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન (Pakistan Prime Minister) બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. PM Modi એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને શાહબાઝ શરીફ (Shehbaz Sharif) ને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

  • પીએમ મોદીએ પાક. પીએમને અભિનંદન પાઠવ્યા
  • શાહબાઝ શરીફને ગૃહમાં 201 મત મળ્યા
  • બીજી વાર પીએમ પદ પર ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ

જોકે તાજેતરમાં પાકિસ્તાન (Pakistan) ની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ત્યારે સૌથી વધુ 201 મત હાંસલ કરીને પીએમ તરીકે શાહબાઝ શરીફ (Shehbaz Sharif) ચૂંટાયા હતા. તે ઉપરાંત તેમને ભારત તરફથી વિવિધ રાજકીય નેતાઓ અને મહાનુભાવો દ્વારા અભિનંદન અને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાન (Pakistan) માં તેમને વિરોધ પક્ષના નેતા અને કાર્યકરની ટિકાનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

એપ્રિલ 2022માં જ્યારે શહેબાઝ શરીફ (Shehbaz Sharif) પહેલીવાર વડાપ્રધાન (PM Narendra Modi) બન્યા ત્યારે પણ PM Modi એ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અભિનંદન પાઠવ્યા હતા. તે દરમિયાન PM Modi એ કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને આતંકવાદ મુક્ત સ્થિરતા ઈચ્છે છે. જેથી આપણે વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને લોકોની સુખાકારી સુનિશ્ચિત કરી શકીએ.

શાહબાઝ શરીફને ગૃહમાં 201 મત મળ્યા

પાકિસ્તાનની સંસદના વિસર્જન પહેલા, શહેબાઝ શરીફે (Shehbaz Sharif) એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આ વખતે તેઓ PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર હતા, જેમને ગૃહમાં 201 મત મળ્યા હતા.

Advertisement

બીજી વાર પીએમ પદ પર ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ

તે જ સમયે, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) હરીફ ઓમર અયુબ ખાનને 92 વોટ મળ્યા હતા. શેહબાઝ શરીફ પાકિસ્તાનના 24 મા વડાપ્રધાન છે અને સતત બીજી વખત આ પદ પર ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ છે.

આ પણ વાંચો: UP Paper Leak Update: યુપીમાં પેપર લીક મામલે એક્શન મોડ ઓન, ભરતી બોર્ડના અધિકારી થયા બળતરફ

Tags :
Advertisement

.