"ભારતીય ઇમિગ્રન્ટ્સ અંગે PM મોદીએ બંધ દરવાજે ટ્રમ્પ સામે વાંધો ઉઠાવ્યો હશે", જાણો શું કહ્યું શશિ થરુરે...
- ભારતીય ઇમિગ્રન્ટ્સ અંગે શશિ થરૂરે સરકાર પર પ્રહાર કર્યા
- મોદીએ અમેરિકનોને કહ્યું હશે કે તમે અમારા લોકોનું અપમાન ન કરી શકો
- ભારતીયોને બેડીઓ અને હથકડી પહેરાવીને પાછા ન મોકલો
Shashi Tharoor on Indian immigrants : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે શુક્રવારે (14 ફેબ્રુઆરી, 2025) જણાવ્યું હતું કે, એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઇમિગ્રન્ટ્સને સાંકળોમાં બાંધીને દેશનિકાલ કરવા અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વાંધો ઉઠાવ્યો હશે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે મોદીનું સ્વાગત કર્યું
શશિ થરૂરે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દર્શાવે છે કે બંને નેતાઓ વચ્ચે સારી મુલાકાત થઈ હતી. ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું. આ દરમિયાન, બંનેએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.
શું કહ્યું શશિ થરૂરે ?
શશિ થરૂરે ઇન્વેસ્ટ કર્ણાટક સમિટની બાજુમાં એક વીડિયોમાં પીટીઆઈને જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે બંધ બારણા પાછળ મોદીએ અમેરિકનોને કહ્યું હશે કે તમે અમારા લોકોનું અપમાન ન કરી શકો, તમે તેમને પાછા મોકલી શકો છો, તેઓ ગેરકાયદેસર છે, અમે તેમનું ધ્યાન રાખીશું, તેઓ અમારા દેશના છે, પરંતુ તેમને લશ્કરી વિમાનમાં બેડીઓ અને હથકડી પહેરાવીને પાછા ન મોકલો. આ યોગ્ય નથી.
લોકસભાના સભ્ય શશિ થરૂરે કહ્યું, 'મને આશા છે કે તેમણે (મોદી) બંધ બારણે આ વાત કહી હશે. અમે નથી જાણતા. આ મહિનાની શરૂઆતમાં એક અમેરિકન સૈન્ય વિમાન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 104 ભારતીયોને પરત લાવ્યું હતુ.
#WATCH | Bengaluru, Karnataka: On PM Narendra Modi's US visit, Congress MP Shashi Tharoor says, "So far, what we have seen from the press statements by the Prime Minister and President Trump are very encouraging. Some of the big concerns we all had have been addressed. On the… pic.twitter.com/833RLo9Jsd
— ANI (@ANI) February 14, 2025
ભારતીય ઈમિગ્રન્ટ્સનો દાવો
દેશનિકાલ કરાયેલા લોકોએ દાવો કર્યો હતો કે સમગ્ર મુસાફરી દરમિયાન તેમના હાથ અને પગ લોખંડની સાંકળોથી બાંધેલા હતા અને અમૃતસર ઉતર્યા પછી જ તેઓને બેડીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન, એવા અહેવાલો છે કે ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન શનિવારે અમૃતસર પહોંચી રહ્યું છે.
દેશનિકાલની પદ્ધતિથી વિપક્ષ ગુસ્સે
ઘણા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઈમિગ્રન્ટ્સનું બીજું જૂથ અમૃતસર પહોંચી રહ્યું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વખતે કેટલા ભારતીય ઈમિગ્રન્ટ્સને મોકલવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગયા વખતે હાથ ધરવામાં આવેલી દેશનિકાલની પદ્ધતિથી વિપક્ષ અત્યંત ગુસ્સે છે અને સરકારના મૌન પર વારંવાર પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ટ્રમ્પ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે જો કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીય નાગરિક કોઈપણ દેશમાં જોવા મળે છે, તો સરકાર તેને પાછો લેવા માટે તૈયાર છે.