Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI એ મુંબઈમાં 29,400 કરોડના પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું - 'મારું લક્ષ્ય મહારાષ્ટ્રને...'

વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી હાલ મુંબઈમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર દ્વારા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 29,400 કરોડથી વધુના ખર્ચના અનેક પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે અને...
pm modi એ મુંબઈમાં 29 400 કરોડના પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન કર્યું  કહ્યું    મારું લક્ષ્ય મહારાષ્ટ્રને

વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી હાલ મુંબઈમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર દ્વારા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 29,400 કરોડથી વધુના ખર્ચના અનેક પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે અને તેમણે તેની સાથે સાથે ઘણા વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો છે. તેમણે ગોરેગાંવમાં NESCO એક્ઝિબિશન સેન્ટર ખાતે આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું છે.

Advertisement

PM MODI દ્વારા 29,400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું

  • 29,400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
  • લગભગ રૂ. 5600 કરોડના ખર્ચે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરવામાં આવી
  • નવી મુંબઈમાં કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ માટે શિલાન્યાસ
  • થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ અને ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

મારો ઉદ્દેશ્ય આ પ્રોજેક્ટ્સ દ્વારા મહારાષ્ટ્રને વિશ્વની સામે એક મોટું આર્થિક પાવરહાઉસ બનાવવાનો છે - PM MODI

Advertisement

PM મોદીએ આ અવસર ઉપર મહારાષ્ટ્ર વિશે ખાસ વાત કરતા કહ્યું હતું કે - મારો ઉદ્દેશ્ય આ પ્રોજેક્ટ્સ દ્વારા મહારાષ્ટ્રને વિશ્વની સામે એક મોટું આર્થિક પાવરહાઉસ બનાવવાનો છે.PM મોદીએ વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રનો ભવ્ય ઇતિહાસ અને મજબૂત વર્તમાન છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે વિકસિત ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે મારું લક્ષ્ય મહારાષ્ટ્રને વિશ્વનું સૌથી મોટું આર્થિક પાવરહાઉસ બનાવવાનું છે.મુંબઈ મેટ્રો વિશે, ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, તેમણે કહ્યું કે મુંબઈ મેટ્રો પ્રોજેક્ટની ગતિ પણ સારી ચાલી રહી છે. 10 વર્ષ પહેલા મેટ્રો માત્ર 8 કિલોમીટર લાંબી હતી, પરંતુ હવે તે 80 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે. શહેરમાં અને તેની આસપાસ 200 કિલોમીટરથી વધુ લાંબી મેટ્રો લાઇન પર કામ ચાલી રહ્યું છે.

આજે 20,000 થી વધુ વાહનો અટલ સેતુનો ઉપયોગ કરી રહ્યા છે - PM MODI

પીએમ મોદીએ આગળ કહ્યું કે - 'અમે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે અટલ સેતુ બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે લોકો કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ આજે આ પ્રોજેક્ટનો લાભ શહેરને મળી રહ્યો છે. મને કહેવામાં આવ્યું છે કે આજે 20,000 થી વધુ વાહનો અટલ સેતુનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રદૂષણમાં ઘટાડો થયો છે અને લોકોનો પનવેલ જવાનો સમય પણ ઓછો થયો છે. આથી આ પ્રોજેકટ માત્ર લોકોને જ નહી પરંતુ પર્યાવરણને પણ ફાયદો પહોંચાડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Jammu & Kashmir માં ભયાવહ અકસ્માત; યાત્રિકોથી ભરેલી બસ ખીણમાં ખાબકી

Tags :
Advertisement

.