PM મોદીએ હિમાચલ પ્રદેશ ખાતે BSF જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
પ્રધાનમંત્રી મોદી દર વર્ષે તેમની દિવાળી દેશના જવાનો સાથે ઉજવે છે. આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દિવાળી આર્મી અને BSF ના જવાનો સાથે મનાવી રહ્યા છે. રવિવારે સવારે વડાપ્રધાન સરહદ સુરક્ષા દળ (BSF)ના જવાનો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા હતા.
જો કે સેના અથવા જમ્મુ અને કાશ્મીર પ્રશાસને શનિવારે મોડી રાત સુધી વડાપ્રધાનની મુલાકાતને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું ન હતું, પરંતુ સંબંધિત સૈન્ય એકમ તેમના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન જ્યોદિયાના રક્ક મુઠ્ઠી વિસ્તારમાં દિવાળીની ઉજવણી કરશે.
મોદીએ LOC પર દિવાળી ક્યારે ઉજવી?
વર્ષ 2014માં સિયાચીન ગ્લેશિયરમાં
વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં
2016 માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં
વર્ષ 2017માં જમ્મુ અને કાશ્મીરના ગુરેઝમાં
વર્ષ 2018 માં ઉત્તરાખંડના કેદારનાથમાં
વર્ષ 2019 માં જમ્મુ વિભાગના રાજૌરીમાં
વર્ષ 2020માં રાજસ્થાનના જેસલમેરમાં
વર્ષ 2021 માં રાજૌરી જિલ્લાનું નૌશેરા
વર્ષ 2022માં જમ્મુ અને કાશ્મીરના કારગીલમાં
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો -- UP: મથુરામાં વેપારીની પત્નીની હત્યા અને લૂંટનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઢેર