ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Modi Meets Musk: PM મોદી અને એલોન મસ્ક વચ્ચે ટેકનોલોજી અને નવીનતા પર ચર્ચા થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલના રોજ ટેસ્લાના સીઈઓ (Tesla CEO) એલોન મસ્ક (Elon Musk) સાથે ફરી વાત કરી. આ વર્ષે આ બીજી વાતચીત છે.
01:38 PM Apr 18, 2025 IST | MIHIR PARMAR
featuredImage featuredImage
PM Modi and Elon Musk gujarat first

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલના રોજ ટેસ્લાના સીઈઓ (Tesla CEO) એલોન મસ્ક (Elon Musk) સાથે ફરી વાત કરી. આ વર્ષે આ બીજી વાતચીત છે. બંનેએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, બંને વોશિંગ્ટન ડીસીમાં મળ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ વાતચીતની માહિતી આપી.

PM મોદીએ એલોન મસ્ક સાથે વાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​(18 એપ્રિલ) ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે વાત કરી. તેમણે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદી અને મસ્ક વચ્ચે મુલાકાત થઈ હતી. બે મહિનામાં પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચે આ બીજી વાતચીત છે. પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો હતો.

PM એ X પર પોસ્ટ કરી

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને લખ્યું કે તેમણે એલોન મસ્ક સાથે વાત કરી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી બેઠક દરમિયાન આવરી લેવામાં આવેલા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.  તેમણે આગળ લખ્યું કે અમે ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગની અપાર શક્યતાઓ પર ચર્ચા કરી છે. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો :  Supreme Court: 'કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકતી નથી', ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કહ્યું...

સ્ટારલિંક ટીમ પીયૂષ ગોયલને મળી

સ્ટારલિંક ટીમે ગુરુવારે (17 એપ્રિલ) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ જોડે મુલાકાત કરી હતી. આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી, આ મીટિંગમાં સ્ટારલિંક વતી વાઇસ પ્રેસિડેન્ટ ચાડ ગિબ્સ અને સિનિયર ડિરેક્ટર રાયન ગુડનાઈટ હાજર હતા. આ પહેલી વાર હતું જ્યારે સ્ટારલિંકના પ્રતિનિધિમંડળે ભારત સરકાર સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. બેઠકના બીજા દિવસે પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચે થયેલી વાતચીત પરથી એવું માનવામાં આવે છે કે સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે.

જોકે, આ એન્ટ્રી અંગે પીએમ મોદી દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ માહિતી આપવામાં આવી નથી કે મસ્કની સ્ટારલિંક ભારતમાં ક્યારે પ્રવેશ કરશે. જોકે, એવું માનવામાં આવે છે કે આ વાતચીત ફક્ત સ્ટારલિંકની એન્ટ્રીને લઈને જ થઈ હતી.

આ પણ વાંચો :  UNESCO ના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ

Tags :
Digital Indiaelon muskFuture Of ConnectivityGujarat Firstindia - us relationsMihir ParmarModi Meets Muskpm modiSpace Xstarlink indiaTech InnovationTechnology Partnership