Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તિરુપતિના પ્રસાદમાં ગાય-ભુંડની ચરબી વપરાતી હતી! લેબ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

નવી દિલ્હી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે ગત્ત વાઇએસઆર કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે, રાજ્યમાં તિરુપતિમાં પ્રસાદમાં મળનારા લાડુમાં જનાવરોની ચર્બીનો ઉપયોગ થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ગત્ત સરકાર શુદ્ધ ઘીના કારણે જાનવરોની ચર્બીનો...
તિરુપતિના પ્રસાદમાં ગાય ભુંડની ચરબી વપરાતી હતી  લેબ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

નવી દિલ્હી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે ગત્ત વાઇએસઆર કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે, રાજ્યમાં તિરુપતિમાં પ્રસાદમાં મળનારા લાડુમાં જનાવરોની ચર્બીનો ઉપયોગ થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ગત્ત સરકાર શુદ્ધ ઘીના કારણે જાનવરોની ચર્બીનો ઉપયોગ કરતી હતી. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે આ આરોપોને ફગાવીને તેને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું હતું.

Advertisement

ચંદ્રાબાબુ નાયડુના દાવાથી ખળભળાટ

બુધવારે એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે, જગન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિર દ્વારા પ્રસાદ સ્વરૂપે અપાતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીના બદલે જાનવરોની ચર્બીનો ઉપયોગ કરવામાં આવતો હતો. મંદિરનું ટ્રસ્ટ તિરુલા તિરુપતિ દેવસ્થાનમ (ttd) દ્વારા કરવામાં આવે છે. નાયડૂની તેલુગુ દેશમ પાર્ટી જુનમાં પવન કલ્યાની જનસેના અને ભાજપની સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશમાં સત્તામાં આવી છે.

તિરુપતિ મંદિરની પવિત્રતાને કલંકીત કરાઇ

નાયડુએ કહ્યું કે, ગત્ત 5 વર્ષોમાં આઇએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમલાની પવિત્રતાને કલંકીત કરી છે. તેમણે અન્નદાનમની ગુણવત્તા પણ ખુબ જ ખરાબ કરી હતી. ઘીના બદલે પશુની ચરબીનો પ્રયોગ કરીને પવિત્ર તિરુમલા લાડુને પણ દુષીત કરી દીધા છે. આ ખુલાસાએ ચિંતા પેદા કરી દીધી છે. જો કે હવે અમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ. ટીટીડીની પવિત્રતાની રક્ષ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Advertisement

Image

લેબ રિપોર્ટમાં પણ ચરબીનો ઉપયોગ  થયાનો ઘટસ્ફોટ

નાયડુના દાવા અંગે સેન્ટ્રલ એનાલિસિસ એન્ડ લર્નિંગ લાઇસ્ટોક ફુડ (CALF) ની લેબ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, લાડુમાં વપરાયેલા ઘીમાં પશુ ચરબીનો પ્રયોગ કરવામાં આવતો હતો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પણ લાડુના ઘીમાં એનિમલ ફેટ હોવાની વાતનો સ્વિકાર કર્યો હતો.

Advertisement

ડુક્કર અને બીફ મળી આવતા ચકચાર

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, લાડુમાં માછલીનું તેલ, પ્રાણીના કેટલાક નક્કર ચરબીના પદાર્થો મળી આવ્યા છે. લાર્ડ પણ મોટા પ્રમાણમાં આવ્યું છે. લાર્ડ અર્ધઘન સફેદ ચરબીનું ઉત્પાદન છે જે ભુંડ (ડુક્કર)ના ફેટી પેશીને રેન્ડર કરીને તેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે.

YSR સમગ્ર દાવાને ફગાવ્યો

સમગ્ર મામલે વાયએસઆર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ વાઇવી સુબ્બા રેડ્ડીએ નાયડૂ પર તિરુપતિ મંદિરની પવિત્રતાને નુકસાનનો આક્ષેપ કર્યો. ચંદ્રબાબુ તિરુમલાની પવિત્રતા અને કરોડો હિંદુઓની આસ્થાને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. તિરુમલા પ્રસાદ અંગે તેમની ટિપ્પણી ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. કોઇ પણ વ્યક્તિ આવા શબ્દો નહીં બોલે કે આરોપ પણ નહીં લગાવે. ચંદ્રાબાબુ રાજનીતિક લાભ માટે ગમે તે હદે જઇ શકે છેતેવું ફરી એકવાર સાબિત થઇ ચુક્યું છે. તેમણે કહ્યું કે, પ્રસાદ અંગે ભગવાન સામે હું શપથ લેવા તૈયાર છું. શું ચંદ્રાબાબુ પોતાના પરિવાસ સાથે આવું કરી શકશે?

Tags :
Advertisement

.