Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pema Khandu News: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ પર પેમા ખાંડુ સતત 3 વાર ચાર્જ સંભાળશે

Pema Khandu News: પેમા ખાંડુ (Pema Khandu) ફરી એકવાર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનશે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આજરોજ યોજાયેલી બેઠકમાં ખાંડુને BJP વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં BJP ના કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને તરુણ...
pema khandu news  અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ પર પેમા ખાંડુ સતત 3 વાર ચાર્જ સંભાળશે

Pema Khandu News: પેમા ખાંડુ (Pema Khandu) ફરી એકવાર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનશે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આજરોજ યોજાયેલી બેઠકમાં ખાંડુને BJP વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં BJP ના કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગ પણ હાજર રહ્યા હતા.

Advertisement

  • પેમા ખાંડુ 2016 થી અરુણાચલના મુખ્યમંત્રી છે

  • 2019 ની લોકસભા ચૂંટણી માટે BJP માં જોડાયા

  • તેમણે 3 રાજકીય પક્ષના નેતૃત્વમાં રાજ્યમાં કામ કર્યું

ત્યારે 13 જૂનના રોજ Pema Khandu અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તો Pema Khandu એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, 'અરુણાચલ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટાઈને હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. અત્યંત વિનમ્રતા સાથે હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનને અનુરૂપ વિકાસલક્ષી શાસનની બીજી મુદત માટે BJP નું નેતૃત્વ કરવાની જવાબદારી સ્વીકારું છું.

2019 ની લોકસભા ચૂંટણી માટે BJP માં જોડાયા

Advertisement

Pema Khandu 2016 થી અરુણાચલના મુખ્યમંત્રી છે. નબામ તુકીના રાજીનામા બાદ તેમણે પ્રથમ વખત ચાર્જ સંભાળ્યો હતો. Pema Khandu જ્યારે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોંગ્રેસ સાથે હતા. તેઓ 2019 ની લોકસભા ચૂંટણી માટે BJP માં જોડાયા હતા. અરુણાચલ પ્રદેશમાં Pema Khandu ની આગેવાની હેઠળની BJP 60 સભ્યોની વિધાનસભામાં 46 બેઠકો જીતીને વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી.

તેમણે 3 રાજકીય પક્ષના નેતૃત્વમાં રાજ્યમાં કામ કર્યું

વર્તમાન મુખ્યમંત્રી Pema Khandu એ અરુણાચલ પ્રદેશના રાજકારણમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ત્રણ અલગ-અલગ રાજકીય પક્ષોના બેનર હેઠળ રાજ્ય સરકારનું નેતૃત્વ કર્યું છે અને તે પણ માત્ર છ મહિનાના ગાળામાં. Pema Khandu એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે 17 જુલાઈ 2016 ના રોજ મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ શરૂ કર્યો હતો. જોકે, જ્યારે Pema Khandu પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA) માં જોડાયા ત્યારે તેમની વિચારસરણી બદલાઈ ગઈ અને 16 સપ્ટેમ્બર, 2016ના રોજ Pema Khandu ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બાદમાં તેમણે BJP સાથે ગઠબંધન કર્યું અને 31 ડિસેમ્બર, 2016ના રોજ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

Advertisement

આ પણ વાંચો: Andhra Pradesh Oath Ceremony: ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા

Tags :
Advertisement

.