ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parliament Oath Ceremony: બંધારણની નકલ હાથ રાખીને અનોખા અંદાજમાં સાંસદ રાહુલ ગાંધીએ લીધા શપથ

Parliament Oath Ceremony: Congress ના દિગ્ગજ નેતા અને રાયબરેલીના સાંસદ Rahul Gandhi એ Parliament માં સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યારે Congress નેતા Rahul Gandhi એ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન બંધારણની એક નકલ પોતાના હાથમાં રાખી હતી. તો તેઓ...
06:57 PM Jun 25, 2024 IST | Aviraj Bagda
Rahul Gandhi, with Constitution book in hand

Parliament Oath Ceremony: Congress ના દિગ્ગજ નેતા અને રાયબરેલીના સાંસદ Rahul Gandhi એ Parliament માં સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યારે Congress નેતા Rahul Gandhi એ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન બંધારણની એક નકલ પોતાના હાથમાં રાખી હતી. તો તેઓ જ્યારે શપથ ગ્રહણ કરીને પોતાને સ્થાને પરત ફરી રહ્યા હતાં, ત્યારે તેઓએ લોકસભાના અધ્યક્ષ સહિત તેમની બાજુમાં ઉભેલા માર્શલ સાથે પણ હાથ મળાવ્યો હતો.

તો રાયબરેલીના સાંસદ Rahul Gandhi એ શપથ ગ્રહણના અંતિમ નિવેદનમાં જય હિંદ અને જય બંધારણનો નારો લગાવ્યો હતો. તો આ સાંસદ Rahul Gandhi ના શપથ ગ્રહણના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો સાંસદ Rahul Gandhi એ તેમના શપથ ગ્રહણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ જાહેર કર્યો છે. તો સાંસદ Rahul Gandhi એ શપથ ગ્રહણ દરમિયાન કહ્યું હતું કે, મેં Rahul Gandhi લોકસભાના સભ્ય તરીકે પ્રતિજ્ઞા કરુ છું કે, હું વિવિ દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્ય સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ, હું ભારતની સંપ્રભુતા અને અખંડતા અકબંધ રાખીશ. હું જે પણ જવાબદારી નિભાવવાનો છું તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.

26 મી જૂને આગામી સ્પીકરની પસંદગી માટે મતદાન થશે

તે ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે પણ બંધારણની નકલ હાથમાં રાખીને Parliament માં સાંસદ પદ પર શપથ લીધા હતાં. 18 મી લોકસભાના પહેલા દિવસે વડાપ્રધાન મોદી સહિત કુલ 262 નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા, જ્યારે બાકીના સાંસદો આજે શપથ લઈ રહ્યા છે. 26 મી જૂને લોકસભાની કાર્યવાહી શરૂ થવાની સાથે જ પ્રોટેમ સ્પીકર આગામી સ્પીકરની પસંદગી માટે મતદાન કરશે.

આ પણ વાંચો: AIMIM: અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં જય ફિલિસ્તાનનો નારો લગાવ્યો

Tags :
BJPCongressConstitutionGujarat FirstIndiaLok Sabha Speakerlok-sabhaNationalRahul Gandhi takes oathrahul-gandhi
Next Article